Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક, 30થી વધુ નકલી ટ્વીટ કરાયા

ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ (@UPGovt) હેક થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના થોડા જ સમયમાં એકાઉન્ટમાંથી 30થી વધુ નકલી ટ્વીટ કરવામાં આવી હતી. હેકર્સ દ્વારા એકાઉન્ટની DP પણ કેટલાક કાર્ટૂનમાં બદલી દેવામાં આવી હતી. આ સાથે એક પછી એક અનેક ટ્વીટ અને રીટ્વીટ પણ à
up સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક  30થી વધુ નકલી ટ્વીટ કરાયા
ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ (@UPGovt) હેક થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના થોડા જ સમયમાં એકાઉન્ટમાંથી 30થી વધુ નકલી ટ્વીટ કરવામાં આવી હતી. 
હેકર્સ દ્વારા એકાઉન્ટની DP પણ કેટલાક કાર્ટૂનમાં બદલી દેવામાં આવી હતી. આ સાથે એક પછી એક અનેક ટ્વીટ અને રીટ્વીટ પણ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઓફિસ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક થવાના કારણે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. જોકે, અહીં સારી વાત એ રહી કે એકાઉન્ટ તુરંત જ રિસ્ટોર થઇ ગયું હતુ. CM ઓફિસના ટ્વિટર એકાઉન્ટ હેક કેસની તપાસ હજુ ચાલી રહી હતી કે આ મામલો પણ સામે આવ્યો. મહત્વનું છે કે, શનિવારે રાત્રે 12.43 કલાકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @CMOfficeUP હેક કરવામાં આવ્યું હતું. હેકરે લગભગ 15 મિનિટમાં 500 થી વધુ ટ્વીટ કર્યા. તેમજ લગભગ 5 હજાર લોકોને ટેગ કર્યા છે.
હેક કરાયેલા ટ્વિટર હેન્ડલના સ્ક્રીનશૉટ્સ ઘણી વેબસાઇટ્સ દ્વારા ફ્લેશ કરવામાં આવ્યા હતા. આનાથી ખબર પડી કે હેકર્સે એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક્ચરને કાર્ટૂનથી બદલી નાખ્યું હતું. મોડી રાત્રે માહિતી મળતાની સાથે જ CM ઓફિસની સોશિયલ મીડિયા ટીમ સક્રિય થઈ ગઈ હતી અને રાતના એક વાગ્યાની આસપાસ આ હેન્ડલ ફરી એકવાર તેમના કબજામાં આવી ગયું હતું. જે બાદ તેને રિસ્ટોર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, સાયબર એક્સપર્ટ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આઈટી એક્ટ હેઠળ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ડીજીપી ઓફિસની સાયબર ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.