માતૃત્વ ઘારણ કરવાનો અનોખો કિસ્સો, જાણો એક કુંવારી માતાની અજબ કહાની
મધર્સ ડે, માતૃત્ત્વનો મહિમા દુનિયામાં ક્યાંય જડતો નથી. તેમ છતા સગી જનેતા સમાજની બીકે કે મજબૂરી વશ પોતાના વ્હાલ સોયાં દીકરા કે દીકરીને તરછોડતી હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હાય છે. પણ જ્યારે કોઇ કુંવારી સ્ત્રી માતા બને તો ત્યારે સમાજ તેને ચરિત્રહીન નજરે જોતી હોય છે. ઘણી એવી માતાઓ પણ સમાજમાં પોતાની કરિયરના ભોગે બાળકને દુનિયામાં આવવા દેવાં માંગતી નથી, જ્યારે પગભર મા બાળક દત્તક à
મધર્સ ડે, માતૃત્ત્વનો મહિમા દુનિયામાં ક્યાંય જડતો નથી. તેમ છતા સગી જનેતા સમાજની બીકે કે મજબૂરી વશ પોતાના વ્હાલ સોયાં દીકરા કે દીકરીને તરછોડતી હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હાય છે. પણ જ્યારે કોઇ કુંવારી સ્ત્રી માતા બને તો ત્યારે સમાજ તેને ચરિત્રહીન નજરે જોતી હોય છે. ઘણી એવી માતાઓ પણ સમાજમાં પોતાની કરિયરના ભોગે બાળકને દુનિયામાં આવવા દેવાં માંગતી નથી, જ્યારે પગભર મા બાળક દત્તક લઇને પણ માતૃત્ત્વનો આનંદ માણે છે. ઘણી કમનસીબ મહિલા જો દુર્ભાગ્યવશ અકાળે વિધવા થાય તો સમાજ સામે લડીને પણ પોતાના સંતાનોની જવાબદારી સ્વીકારતી હોય છે. જો કે આ કિસ્સો સમાજની આ તમામ માતા કરતાં પણ સવાયો છે. આ અનોખી માતાનો કિસ્સો સમાજમાં મિસાલ રુપ છે.
પતિ પ્રેમ વિના પણ યુવતી કુંવારી માતા બની શકે
ભરૂચમાં રહેતી આ યુવતીના પિતાનું કોરોનામાં મૃત્યુ થયું હતું. અકાળે પિતા ગુમાવ્યા બાદ માતાની દેખરેખની જવાબદારી તેના શિરે આવી ગઇ હતી. આ ચિંતામાં દીકરીએ લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો પણ લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવાનું સપનું તેણે પૂરું કર્યું છે.સામાન્ય રીતે લગ્ન વિના કોઈ માં બની હોય તો તેને કુંવારી માં કહેવામાં આવે છે અને ઘણા બધા લોકો પોતાના મગજમાં નેગેટિવ પ્રશ્નો ઉદભવતા હોય છે પરંતુ પતિ પ્રેમ વિના પણ યુવતી કુંવારી માતા બની શકે છે જેનો જીવતો જાગતો દાખલો ભરૂચ જિલ્લાના નરનારાયણ સોસાયટીમાંથી સામે આવ્યો છે.
ભરૂચમાં માતૃત્વ પ્રેમ મેળવવા માટે કુવારી માતાએ ૩ લાખ ખર્ચ્યા
ઘરની જવાબદારી અને માતાની દેખરેખ માટે દીકરી લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવાનો માર્ગ અપનાવ્યો. પિતાના મૃત્યુ બાદ માતાની ્કલતા વચ્ચે કાચા પોચા હદયની સ્ત્રી નિરાશ થઇ જાય પણ આ યુવતીએ નવો ચીલો ચિતર્યો અને આધુનિક ટેક્નોલોજીના મદદથી કૃત્રિમ ગર્ભ થકી બાળકીને જન્મ આપ્યો છે. પિતાના મૃત્યુ બાદ પોતાની માતાની ચિંતા કરી લગ્ન કરવાનું ટાળ્યું હતું. તેને થયું કે લગ્ન કરી લઈશ તો માતાનું શું થશે તેની દેખરેખ કોણ કરશે પતિ અને માતા વચ્ચે પ્રેમ વેચાઈ જશે જેવા અનેક પ્રશ્નો મૂંઝવતા આખરે માતાની ચિંતામાં દિકરી ડિમ્પીબેન જગદીશ પરમારે માતૃત્વ પ્રેમ મેળવવા માટે અને તેનો વંશ આગળ વધારવા માટે તેણીએ મુંબઈ અંધેરી ખાતે એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી નોવા આઈવીએફ દ્વારા તેણે માતૃત્વ પ્રેમ મેળવવાના પ્રયાસ કર્યા હતાં. આ માટે 3 લાખ રુપિયા જેચલો ખર્ચ પમ થયો છે.
બાળકીને પિતા તરીકે તેણીએ પોતાનું નામ આપ્યું
ડિમ્પીબેન જગદીશ પરમારે લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવા માટે ૩ લાખ ઉપરાંતનો ખર્ચ કરી કુત્રિમ ગર્ભ દ્વારા બાળકીને સીઝર ઓપરેશનથી 22 એપ્રિલે જન્મ આપ્યો અને બાળકીનું નામ ધ્યાના રાખ્યું લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવા માટે માતાએ કુત્રિમ ગર્ભથી મેળવેલી બાળકીને પિતા તરીકે તેણીએ પોતાનું નામ ડિમ્પીબેન પરમાર આપ્યું અને એટલે જ કહેવાય છે ને માં તે માં બાકી બધા વગડાના વા.. આજે માતૃત્વ પ્રેમ મેળવેલી ડીમ્પીબેન પરમારે મધર્સ ડેની અનોખી માતા બન્યાં છે.
લગ્ન વિના પોતાનો વારસો વધાર્યો
કહેવાય છે ને કે મહિલા લગ્ન વિના પણ વંશ આગળ વધી શકે તે યુકતીને ભરૂચની યુવતીએ સાર્થક કરી બતાવી પિતાનું કોરોનામાં મોત થયા બાદ માતાની દેખરેખના કારણે લગ્ન કરવાનું ટાળ્યું પરંતુ માતૃત્વ પ્રેમ મેળવવા માટે લગ્ન વિના અને પોતાના વંશને આગળ ધપાવવા માટે કુત્રિમ ગર્ભ દ્વારા બાળકીને જન્મ આપ્યો આજે મધર્સ ડેના દિવસે દરેક માતાને એક જનજાગૃતિનો સંદેશો ભરૂચની નરનારાયણ સોસાયટીની આ યુવતીએ આપ્યો છે
Advertisement