Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવસારીમાં બાળકોને પુસ્તકો અને ઇતર પ્રવૃતિઓની રાહ ચીંધવાનો અનોખો પ્રયાસ

નવસારીમાં આજે  (શનિવાર)થી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા છેલ્લા 10 વર્ષ ની જેમ આ વર્ષે પણ વેકેશન વાંચનોત્સવનું 23 એપ્રિલથી 4 જૂન સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રાખી અનેક પ્રવૃતિઓમાં કાર્યરત કરવામાં આવશે.  જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ પૂર્ણ થઇ ચુકી છે તેઓ આજથી જ વેકેશન વાંચનોત્સવમાં જોડાઈ શકશà
11:28 AM Apr 23, 2022 IST | Vipul Pandya
નવસારીમાં આજે  (શનિવાર)થી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા છેલ્લા 10 વર્ષ ની જેમ આ વર્ષે પણ વેકેશન વાંચનોત્સવનું 23 એપ્રિલથી 4 જૂન સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રાખી અનેક પ્રવૃતિઓમાં કાર્યરત કરવામાં આવશે.  
જે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ પૂર્ણ થઇ ચુકી છે તેઓ આજથી જ વેકેશન વાંચનોત્સવમાં જોડાઈ શકશે. જે વિદ્યાર્થીઓની હજુ પરીક્ષા બાકી છે તેવા વિદ્યાર્થીઓ માટે  આગામી તારીખ 30 એપ્રિલના રોજ જાણીતા કવિ-લેખક અને વિવેચક વિનોદ જોશીના હસ્તે વેકેશન વાંચનોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
વેકેશન વાંચનોત્સવમાં બાળકોને પુસ્તકાલયમાં વિવિધ પ્રવૃતિઓ કરાવી અને પુસ્તકો અને જ્ઞાનની વધુ નજીક લઇ જવાનો પ્રયાસ કરવામાં આવશે. વેકેશન વાંચનોત્સવમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને પુરસ્કાર પણ આપવામાં આવશે. ફિલ્મ, ગમ્મત, પુસ્તક પખવાડિયું આ તમામ વિવિધ આયોજનોથી બાળકોમાં ઉત્સાહ વધશે. વર્ષ 2008થી શુરુ થયેલ આ પહેલ આજે અનેક બાળકોને ઈત્તરપ્રવૃત્તિ તરફ વાળ્યાં છે.  સાથે સાથે સાહિત્ય અને પુસ્તકોની નજીક લાવ્યા છે. 
બાળકોને વાંચનાભિમુખ કરવા માટે વર્ષોથી સયાજી વૈભવ લાયબ્રેરી  નિતનવા પ્રોજેક્ટસ કરતી હોય છે.  2008 થી ચાલતા વેકેશન વાંચનોત્સવમા આજ સુધી આશરે 2859 વિદ્યાર્થીઓએ 98540 પુસ્તકોનું વાંચન કરીને 16434 નોટબુક્સ પુરસ્કારરૂપે પ્રાપ્ત કરી છે. 
 
આટલા કાર્યો થશે વાંચનોત્સવમાં  
ચાલો લાઈબ્રેરી 
છેલ્લા એક દાયકાથી વેકેશનમાં યોજાતી આ પ્રવૃત્તિમાં સામેલ થતાંજ બાળકને એક નોટબૂક આપવામાં આવશે જેમાં વાંચેલા પુસ્તકોની નોંધ અને વિચારસર લખવાના રહેશે. પાંચ પુસ્તકોના વિચારસર લખનાર વિદ્યાર્થીને એક ફુલસ્કેપ નોટબુક પુરસ્કાર રૂપે આપવામાં આવશે. 
નમન ક્રાંતિવીરોને 
આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં વિદ્યાર્થી આપણા ક્રાંતિવીરો અને વીરબાળાઓના જીવન, સંઘર્ષ, ત્યાગ, સમર્પણ અને બલિદાન વિષયે જાણીને રાષ્ટ્રભાવનાનું મૂલ્ય સમજશે. તેમના વિધે પુસ્તકો વાંચીને લખશે. વેકેશનના અંતે બાળકો પાસે પોતાના શબ્દોમાં લખાયેલા ઓછામાં ઓછા 15 આવા ક્રાંતિવીરો અને વીરબાળાઓનો ઇતિહાસ હશે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે. 
ફિલ્મ પણ બતાવવામાં આવશે. 
બુધવારે  અને શુક્રવારે સાંજે 4 વાગ્યે 10 થી 15 વિદ્યાર્થીઓને સંસ્કારોના ઘડતર માટે ફિલ્મ બતાવવામાં આવશે. ફિલ્મના અંતે ચર્ચા પણ કરવામાં આવશે. 
બુદ્ધિ અને તર્કની રમતો: 
વેકેશન વાંચનોત્સવ દરમિયાન ધોરણ 1 થી 12 ના વિધાર્થી માટે દરરોજ સવારે 10 થી 12 બુદ્ધિ, તર્ક અને કલ્પનાઓને વિસ્તારનારી રમતો રમાડવામાં આવશે. 
વર્કશોપ   
ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે મેં મહિનામાં વાર્તાલેખન અને વાર્તાકથન અથવા વાચિક્મણ એવા બે અલગ વર્કશોપના આયોજન વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ થશે. આ વર્કશોપ હેઠળ મળેલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને શાળાકીય ઈતર પ્રવૃતિઓમાં અને જીવનમાં પણ ખુબ ઉપયોગી નીવડશે 
પુસ્તક વિશ્વમાં પખવાડિયું 
ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ બે થી ચાર સપ્તાહ દરરોજ ચાર થી 5 કલ્ક પુસ્તકાલયમાં આવશે. પુસ્તકો તથા મેગેઝીનોને જોવા,વર્ગીકૃત કરવા, નોંધવા એવા કર્યો દ્વારા પુસ્તકાલયને જાણશે. જે બાળકોઇ ઈતર પ્રવૃત્તિમાં વધારો કરશે અને સહયોગ આપશે. આ પ્રવૃત્તિમાં જે પણ વિદ્યાર્થી જોડાશે તેને સન્માનિત કરવામાં આવશે.
Tags :
BookGujaratFirstlibraryMovieNavsari
Next Article