Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના એક કાર્યક્રમમાં મહિલા સાથે થઇ મારા-મારી

પુણેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. પુણેના બાલગંધર્વ મંદિરમાં સ્મૃતિ ઈરાનીની હાજરીમાં પુસ્તકનું વિમોચન થતા જ NCPની મહિલા કાર્યકર્તાઓ અંદર આવીને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું.વિસ્તારથી વાત કરીએ તો, સ્મૃતિ ઈરાની સોમવારે શિવાજીનગરના બાલગંધર્વ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પર એક પુસ્તકનું વિમોચન કરી રહ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના એક કાર્યક્રમમાં મહિલા સાથે થઇ મારા મારી
પુણેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. પુણેના બાલગંધર્વ મંદિરમાં સ્મૃતિ ઈરાનીની હાજરીમાં પુસ્તકનું વિમોચન થતા જ NCPની મહિલા કાર્યકર્તાઓ અંદર આવીને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું.
વિસ્તારથી વાત કરીએ તો, સ્મૃતિ ઈરાની સોમવારે શિવાજીનગરના બાલગંધર્વ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પર એક પુસ્તકનું વિમોચન કરી રહ્યા હતા, તે જ સમયે ભાજપ અને એનસીપી કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ ઉગ્ર બોલાચાલી દરમિયાન એનસીપીની એક મહિલા કાર્યકર વૈશાલી નાગવડેને ઢોર માર મારવામાં આવ્યો હતો. મોંઘવારીનો વિરોધ કરી રહેલી વૈશાલી નાગવડે અને NCP ની અન્ય મહિલા કાર્યકરો બાલગંધર્વ મંદિરમાં પ્રવેશ્યા બાદ સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરો પણ આક્રમક બન્યા હતા. પોલીસે દરમિયાનગીરી કરીને NCP કાર્યકરોને ત્યાથી હટાવ્યા હતા. પરંતુ તે જ સમયે વૈશાલી નાગવડેને ઢોર માર મારવામાં આવ્યો હતો. 
મહત્વનું છે કે, પુસ્તક વિમોચન પહેલા સ્થળ પર પહોંચ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'મેં 2014માં કોંગ્રેસના ગઢ અમેઠીથી ચૂંટણી લડવાની હિંમત કરી હતી. મેં કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા. તેનો અસંતોષ તેમના મનમાં છે. એનસીપી પણ કોંગ્રેસમાંથી બહાર આવેલી પાર્ટી છે. તેથી તેમનામાં પણ અસંતોષ સ્વાભાવિક છે. આ જ કારણ છે કે આવું તો થવાનું જ હતું.' ઈરાનીની પુણેની મુલાકાત દરમિયાન સોમવારે કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા કોંગ્રેસ સભ્યો દ્વારા પ્રથમ વિરોધ એક હોટલની બહાર કરવામાં આવ્યો હતો જ્યાં સ્મૃતિ ઈરાની એક કાર્યક્રમમાં હાજરી આપી રહી હતી.
NCPના પુણે પ્રદેશ પ્રમુખ પ્રશાંત જગતાપે કહ્યું, "જ્યારે અમારી પાર્ટીના કાર્યકર્તા વૈશાલી નાગવડે અને અન્ય લોકો (મંત્રીને) મેમોરેન્ડમ આપવા ગયા ત્યારે ભાજપના કાર્યકરોએ સભાગૃહની અંદર નાગવડે પર હુમલો કર્યો." વળી, ઘટના પછી, એનસીપીના વરિષ્ઠ નેતા અંકુશ કાકડેએ માંગ કરી હતી કે, પોલીસ આ મામલે સંપૂર્ણ તપાસ કરે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે.
વૈશાલી નાગવડે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. NCP કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. વૈશાલી નાગવડે સામે ભગવા ટોપી પહેરેલા ભાજપના કાર્યકરોનો હાથ ઉઠાવતો એક વિડીયો વાયરલ થયો છે. અગાઉ, બાલગંધર્વમાંથી સ્મૃતિ ઈરાનીનો કાફલો નીકળ્યા બાદ એનસીપી મહિલા કાર્યકરોએ શાહી ફેંકવાનો અને કાળા ઝંડા બતાવવાનો પ્રયાસ કર્યો હતો.  
Advertisement
Tags :
Advertisement

.