Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે ગુજરાત મુલાકાતે

વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે, ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓનમા આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે અને એક પછી એક કાર્યકરમોનું લોકાર્પણ કરી રહ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાત આવ્યા છે.  તેઓ આજે રાજ્યના અનેક કામોનું લોકાર્પણ કરશે. ગૃહમંત્રી અમદાવાદ, કલોલ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત
ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે ગુજરાત મુલાકાતે
વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે, ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓનમા આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે અને એક પછી એક કાર્યકરમોનું લોકાર્પણ કરી રહ્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતની મુલાકાત આવ્યા છે.  તેઓ આજે રાજ્યના અનેક કામોનું લોકાર્પણ કરશે. ગૃહમંત્રી અમદાવાદ, કલોલ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. 
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે  ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું શનિવારે લોકાર્પણ કર્યુ હતું. આ સાથે જ  ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પાંચમુ રાજ્ય બન્યું હતું.  આ થકી જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફથી પીડિત દર્દીઓનું નિદાન-સારવાર  સરળ બનશે. 
બીજી તરફ કલોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ મંત્રીએ કહ્યું હતું કે કલોલમાં 42000 લાભાર્થીઓ છે અને ગાંધીનગર જિલ્લામાં 11 હજાર લોકો માટે 34 કરોડ રૂપિયા સરકારે તેમના ઈલાજ માટે વપરાયા છે. તેમણે કહ્યું હતું કે સરકારે  ઘરે ઘરે રસી પહોંચાડી છે  જેથી લોકોને ત્રીજી લહેરથી બચાવવાનું કામ નરેન્દ્ર ભાઈ મોદી એ કર્યું છે. ઉપરાંત 14 ગામોમાં ગટરના અને પીવાના પાણીના  અને cc રોડ કરવાનું કામ શરૂ થશે અને આ કામ જલ્દીથી પૂરું થશે
મહત્વનું છે કે, ગૃહમંત્રી અમિત શાહનું સંસદીય ક્ષેત્ર ગાંધીનગર છે જ્યા તેઓ અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. સામાન્ય રીતે જોઇએ તો ગુજરાત રાજ્ય ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ ટાઉન છે. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં ભાજપને ભવ્ય જીત મળી છે, ત્યારબાદથી ગુજરાતના નેતાઓની હિલચાલ વધી ગઈ છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમિત શાહનો આ પ્રવાસ ઘણો મહત્વનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આજે ગૃહમંત્રી અમિત શાહ સાયન્સ સિટી, ગોતા અને થલતેજમાં 306 કરોડ રૂપિયાના 900 આવાસોનું લોકાર્પણ કરશે. આયુષમાન થીમ પર બનાવતા ગાર્ડનનું ખાતમુર્હૂત કરાશે. ગૃહમંત્રી સોલા સિવિલ હોસ્પિટલમાં કોલેજનું પણ ઉદ્ઘાટન કરશે. સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનું પણ ઉદ્ઘાટન કરશે, ઉપરાંત જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરાવશે. આ સિવાય અમિત શાહ ક્લોલના મોટી ભોયણમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અહી તેઓ વિવિધ કાર્યક્રમોનું ઇ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત આંગણવાડી બહેનો અને હેલ્થ વર્કરો માટે તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. 
ગૃહમંત્રી આરોગ્ય કર્મીઓ માટેના સબ સેન્ટરની પણ મુલાકાત લેવાના છે. વળી કલોલમાં ઓવરબ્રિજના કામોનું પણ ખાતમુહૂર્ત કરશે. આ સિવાય અમદાવાદમાં DPS સ્કૂલ ખાતે નવનિર્મિત ઇકોલોજી પાર્કની મુલાકાત પણ તેઓ લેશે. અમદાવાદમાં AMC નિર્મિત 152.51 કરોડના 6 કામ અને 142.47 કરોડના 8 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સિવાય ગૃહમંત્રી અમદાવાદમાં જાહેર સભા પણ સંબોધશે. બપોરે 2 વાગ્યે રાજપથ ક્લબ નજીક જીતો અમદાવાદ દ્વારા આયોજિત જીતો બિઝનેસ બજારનું ઉદ્ઘાટન કરશે. બપોરે અઢી વાગ્યે પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સીમ્સ આયોજીત 25 કરતાં વધારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 3-30 વાગ્યે ગાંધીનગરમાં હોટલ લીલામાં હેરીટેજ પોલીસ અંતર્ગત એમઓયુ કરશે.
Advertisement
Tags :
Advertisement

.