કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા, પત્ની સાથે પૂજા કરી, જુઓ તસવીરો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. આજે જામનગર એરપોર્ટ પર આવીને તેઓ સીધા ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને તેમણે પૂજા પણ કરી હતી. દ્વારકાધીશ મંદિર ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તો ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાને લઇને દ્વારકામાં કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશના ચરણોમાં શાહજà
07:15 AM May 28, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. આજે જામનગર એરપોર્ટ પર આવીને તેઓ સીધા ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને તેમણે પૂજા પણ કરી હતી. દ્વારકાધીશ મંદિર ખાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તો ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાને લઇને દ્વારકામાં કડક સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો.
દ્વારકાધીશના ચરણોમાં શાહ
જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ વિવિધ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. આ જ ક્રમમાં દેશના ટોચના બે નેતા આજે ગુજરાતમાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને આજે ગુજરાતમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સીધા દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા હતા. દ્વારકામાં અમિત શાહે પત્ની સાથે ભગવાનના દર્શન કર્યા હતા. આ સિવાય તેમણે ભગવાન દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા પણ કરી હતી. દ્વારકાધીશના દર્શને પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રીનું કલેક્ટર મુકેશ પંડ્યા અને ધનરાજ નથવાણીએ સ્વાગત કર્યુ હતું.
અમિત શાહના અન્ય કાર્યક્રમો
દ્વારકાધીશના દર્શન બાદ અમિત શાહ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમી (NACP) ની મુલાકાત અને તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરવાના છે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારા 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમની અંદર હાજર રહેશે. આ સિવાય IFFCO કલોલ યુનિટ ખાતે વિશ્વના પ્રથમ 'નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ હાજરી આપશે. જેનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાનના હસ્તે થવાનું છે. ત્યારબાદ આવતી કાલે પણ વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપશે.
Next Article