કોંગ્રેસ દેશમાંથી ગાયબ થઈ રહી છે, કેરળનું ભવિષ્ય ભાજપ છે: અમીત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) તિરૂવનંતપુરમમાં પાર્ટીના SC સમ્મેલનમાં ભાજપને કેરળનું ભવિષ્ય ગણાવતા જણાવ્યું છે કે, કોંગ્રેસ દેશમાંથી ખતમ થઈ રહી અને દુનિયા પણ કમ્યુનિસ્ટ પાર્ટીથી છુટકારો મેળવી રહી છે. કેરળમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશભરમાંથી કોંગ્રેસ ધીરે-ધીરે ગાયબ થઈ રહી છે. કેરળનું ભવિષ્ય ભાજપ છે.શાહે પિનરાઈ વિજયન (Pinarayi Vijayan) સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, હું કેરળ ભાàª
04:38 PM Sep 03, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) તિરૂવનંતપુરમમાં પાર્ટીના SC સમ્મેલનમાં ભાજપને કેરળનું ભવિષ્ય ગણાવતા જણાવ્યું છે કે, કોંગ્રેસ દેશમાંથી ખતમ થઈ રહી અને દુનિયા પણ કમ્યુનિસ્ટ પાર્ટીથી છુટકારો મેળવી રહી છે. કેરળમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશભરમાંથી કોંગ્રેસ ધીરે-ધીરે ગાયબ થઈ રહી છે. કેરળનું ભવિષ્ય ભાજપ છે.
શાહે પિનરાઈ વિજયન (Pinarayi Vijayan) સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, હું કેરળ ભાજપના (BJP) કાર્યકર્તાઓને ખુબ-ખુબ શુભકામનાઓ આપું છું કારણ કે દેશભરમાં ભાજપને કામ કરવા માટે માત્ર રાષ્ટ્રભક્તિ જોઈએ પરંતુ કેરળમાં કામ કરવા માટે રાષ્ટ્રભક્તિ, બલિદાન આપવાની તાકત અને બહાદુરી ત્રણેય જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે સરકારમાં રહીને બાબાસાહેબ આંબેડકરને (Babasaheb Ambedkar) ભારતરત્ન આપ્યો નહી. બાબાસાહેબને ભારતરત્ન વિપક્ષની સરકારમાં મળ્યો. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે પંચતીર્થ બનાવ્યા.
તેમણે કહ્યું, જ્યારે અમે પહેલીવાર સંપૂર્ણ બહૂમતિથી સરકાર બનાવી તો દલિત સમાજમાંથી આવનારા રામનાથ કોવિંદને (Ramnath Kovind) રાષ્ટ્રપતિ બનાવ્યા. બીજી વખત જ્યારે ભાજપની સરકાર બની તો આદિવાસી વર્ગમાંથી આવેલા દ્રોપદી મુર્મૂને (Draupadi Murmu) રાષ્ટ્રપતિ બનાવવામાં મદદ કરી. કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ ક્યારેય દલિત અને આદિવાસીઓ માટે કામ નથી કર્યું.
Next Article