સમાન નાગરિક સંહિતા રાષ્ટ્રીય મુદ્દો, વધુને વધુ રાજ્યોમાં લાગુ કરવા માંગીએ છીએઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ એક રાષ્ટ્રીય મુદ્દો છે. અને ભાજપ વધુ ને વધુ રાજ્યોમાં તેનો અમલ કરવા ઈચ્છે છે. નડ્ડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમારી પાર્ટી સતત તેના વિશે વાત કરે છે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે તે પાર્ટી માટે રાષ્ટ્રીય મુદ્દો છે અને અમે તેના માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ એક રાષ્ટ્રીય મુદ્દો છે. અને ભાજપ વધુ ને વધુ રાજ્યોમાં તેનો અમલ કરવા ઈચ્છે છે. નડ્ડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમારી પાર્ટી સતત તેના વિશે વાત કરે છે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે તે પાર્ટી માટે રાષ્ટ્રીય મુદ્દો છે અને અમે તેના માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે દેશના સંસાધનો પર દરેકનો સમાન અધિકાર છે.તેથી યુનિફોર્મ સિવિલ કોડ આવકારદાયક પગલું છે.
રાજય સરકારની જવાબદારી
અગાઉ ગુજરાત ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો બહાર પાડતી વખતે, ભાજપના પ્રમુખ નડ્ડાએ શનિવારે આતંકવાદી સંગઠનો અને ભારત વિરોધી દળોના સંભવિત જોખમો અને સ્લીપર સેલને ઓળખવા અને તેને દૂર કરવા માટે સેલની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ અને સમાજ વિરુદ્ધ કામ કરી રહેલી શક્તિઓ પર નજર રાખવાની જવાબદારી રાજ્યની છે.
નડ્ડાએ આપ્યું માનવ શરીરનું ઉદાહરણ
માનવશરીરનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે જે રીતે શરીરમાં રહેલા એન્ટિબોડીઝ ખરાબ કોષો પર નજર રાખે છે અને તેને ખતમ કરી શરીરને સ્વસ્થ રાખે છે, તેવી જ રીતે રાષ્ટ્રવિરોધી કોશિકાઓ પર નજર રાખવાની જવાબદારી રાજ્યની છે.તેમણે કહ્યું કે કેટલાક રાષ્ટ્રવિરોધી કોષો ભૂગર્ભમાં કામ કરે છે,તેથી તેમના પર નજર રાખવા માટે એન્ટી-રેડિકલાઇઝેશન સેલની જરૂર છે.
મુસ્લિમ ઉમેદવાર ન ઉતારવાને લઇને જવાબ
ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ભાજપે ગુજરાતમાં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ન ઉતારવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે જેપી નડ્ડાએ કહ્યું કે ચૂંટણીની ટિકિટ માત્ર જીતની ક્ષમતાના આધારે આપવામાં આવે છે. ઉદાહરણ આપતા નડ્ડાએ કહ્યું કે સ્વર્ગસ્થ ડૉ. એપીજે અબ્દુલ કલામ ભાજપના સમર્થનથી રાષ્ટ્રપતિ બન્યા હતા. આ સિવાય કેન્દ્રની મોદી સરકારે મુસ્લિમ રાજ્યપાલોની પણ નિમણૂક કરી હતી. અમે સબકા સાથ, સબકા વિકાસના સિદ્ધાંતને અનુસરીએ છીએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement