Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કપડવંજ ધારાસભ્યશ્રી રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને એચ.એમ.પટેલ હોલ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

સશક્ત અને સુષોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી કુશળ બનોની થીમ હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ખાતે કુલ પાંચ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આજ રોજ કપજવંજના એચ.એમ. પટેલ હોલ ખાતે ધારાસભ્યશ્રી રાજેશભાઇ ઝાલાના અધ્યક્ષસ્થાને 'સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનો અંતિમ મેળો યોજાયો. આ મેળામાં કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય,
02:05 PM Jan 10, 2023 IST | Vipul Pandya
સશક્ત અને સુષોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી કુશળ બનોની થીમ હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ખાતે કુલ પાંચ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે આજ રોજ કપજવંજના એચ.એમ. પટેલ હોલ ખાતે ધારાસભ્યશ્રી રાજેશભાઇ ઝાલાના અધ્યક્ષસ્થાને "સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનો અંતિમ મેળો યોજાયો. આ મેળામાં કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનુની સહાય સહિતના સ્ત્રીસશકિતકરણના પાયાના મુદ્દાઓની માહિતિ આપવામાં આવી હતી. 
કપડવંજ ખાતે યોજાયેલા કિશોરીઓ માટેના મેળામાં મહિલા અને બાળ અધિકારની કચેરી ખેડાના જીલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હિનાબેન ચૌધરી દ્વારા મહીલાઓની સુરક્ષા માટે મદદરૂપ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને કિશોરીઓની સહાય માટે સંકટ સખી એપ્લિકેશન અંગે માહિતી આપી હતી. તેઓ દ્વારા કિશોરીઓને સંકટ સમયે તેમજ અન્ય જરુરીયાતના સમયે ઉપયોગ કરી શકે તે હેતુથી આ બંને એપ્લિકેશન ડાઉંનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી હતી. 
ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ, પોસ્ટ ઓફિસ, પોલિસ વિભાગ, અર્બન હેલ્થ સેન્ટર અને સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ હેઠળ તૈયાર કરવામાં આવેલા સ્ટોલ દ્વારા બાળકોના હક અને કાયદા, ચાઇલ્ડ મેરેજ એક્ટ, પોકસો એક્ટ, મફત કાનૂની સહાય, કૌશલ્ય વર્ધનના વિવિધ ક્ષેત્રો, આઇ.ટી.આઇ અને કે.વી.કે.ના વિવિધ કોર્સ, શી- ટીમ સુરક્ષા, સ્વબચાવ શિક્ષણ, પોસ્ટ બચત યોજના સહિત સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. 
ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળાઓ તારીખ ૫ થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન યોજવામાં આવી રહ્યા છે. આ શૃંખલામાં આજ રોજ કપડવંજ ખાતે કિશોરી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ પ મેળામાં જિલ્લાના 2000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાજેશભાઇ ઝાલા, તા.પંચાયત પ્રમુખ શ્રી મંગુબેન ઝાલા, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી મોનિકાબેન પટેલ, જીલ્લા માહિલા અને બાળ સરક્ષાના ચેરમેન જશોદાબેન વાઘેલા, આગેવાન શ્રી ધુળાભાઈ સોલંકી, પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, રોજગાર વિનમય કચેરી, મહિલા પોલીસ સ્ટેશન, બેન્ક ઓફ બરોડાના પ્રતિનિધિઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, કિશોરીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. 
આપણ  વાંચો- 10 દિવસમાં આગના 3 બનાવો અને 5 જિંદગી હોમાયા બાદ ખુલી AMCની આંખો, ફાયર સ્ટેશનની લીધી સરપ્રાઇઝ વિઝિટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
clothingGujaratFirstNadiadRajeshbhaiJhalastrongwell-fedteenager
Next Article