Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને વાતચીતની કરી અપીલ, સાથે ચેતવણી પણ આપી

રશિયાએ યુક્રેનમાં પહેલા જ દિવસે લડાઈમાં જબરદસ્ત તબાહી મચાવી છે. રશિયન સૈનિકોએ ગુરુવારે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ કબજે કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર માયહેલો પોડોયકે એક નિવેદનમાં આની પુષ્ટિ કરી છે.રશિયાએ આખરે આ યુદ્ધને પૂર્ણ કરવું જ પડશેઆપને જણાવી દઇએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ હમણા જ યુક્રેનિયન નાગરિકોને સંબોધિત કર્યા છે. ફેà
યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાને વાતચીતની કરી અપીલ  સાથે ચેતવણી પણ આપી
રશિયાએ યુક્રેનમાં પહેલા જ દિવસે લડાઈમાં જબરદસ્ત તબાહી મચાવી છે. રશિયન સૈનિકોએ ગુરુવારે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ કબજે કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકાર માયહેલો પોડોયકે એક નિવેદનમાં આની પુષ્ટિ કરી છે.
રશિયાએ આખરે આ યુદ્ધને પૂર્ણ કરવું જ પડશે
આપને જણાવી દઇએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ હમણા જ યુક્રેનિયન નાગરિકોને સંબોધિત કર્યા છે. ફેસબુક પર જાહેર કરાયેલા એક વિડીયોમાં તેમણે કહ્યું કે, વહેલા કે મોડા રશિયાએ યુક્રેન સાથે આ યુદ્ધને કેવી રીતે સમાપ્ત કરવું તે અંગે વાત કરવી પડશે. આ પહેલા ઝેલેન્સકી વતી ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પણ પુતિન સાથે વાત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, રશિયાએ વહેલા કે મોડા અમારી સાથે વાત કરવી પડશે. લડાઈને કેવી રીતે સમાપ્ત કરવી અને આ આક્રમણને કેવી રીતે રોકવું તે વિશે વાત કરવી જ પડશે. આ વાતચીત જેટલી વહેલી શરૂ થશે, રશિયાને નુકસાન એટલું ઓછું થશે.

યુક્રેનિયનો વાસ્તવિક વીરતા દર્શાવે છે
ઝેલેન્સકીના મતે, રશિયનો એ તફાવત કરતા નથી કે કયા ક્ષેત્રમાં કામ કરવું, લશ્કરી અને નાગરિક રશિયન હુમલા હેઠળ છે. વળી, યુક્રેનિયનો વાસ્તવિક વીરતા દર્શાવે છે. દુશ્મનને મોટાભાગની દિશામાં અટકાવવામાં આવ્યો, લડાઈ ચાલુ રહી.
અમે થાકીશું નહીં
યુક્રેન રાષ્ટ્રપતિએ કહ્યું કે, હુમલા એટલા માટે ચાલુ છે કે અમારી સેના થાકી જશે, પરંતુ અમે થાકીશું નહીં. આ 1941 માં કીવ પરના હુમલાની યાદ અપાવે છે. ઝેલેન્સકીએ લોકોને ધૈર્ય બતાવવા, સંબંધીઓ, મિત્રો અને તેમની આસપાસના લોકોની સંભાળ રાખવાનું આહ્વાન કર્યું છે.
મારો પરિવાર મારો નંબર ટુ ટાર્ગેટ 
અગાઉ જાહેર કરાયેલા એક વિડીયોમાં ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે, દુશ્મને મને નંબર વન ટાર્ગેટ તરીકે ચિહ્નિત કર્યો છે. મારો પરિવાર મારો નંબર ટુ ટાર્ગેટ છે. તેઓ રાજ્યના વડાને નષ્ટ કરીને યુક્રેનને રાજકીય રીતે નષ્ટ કરવા માંગે છે.
અમેરિકા શરણાર્થીઓને આશરો આપવા  તૈયાર
ઝેલેન્સકીએ કહ્યું, "હું રાજધાનીમાં રહીશ." જો કે તેમણે તેમના પરિવારને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે. USએ પણ ઝેલેન્સકીને કીવ છોડવા કહ્યું, પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી છે. અમેરિકાએ કહ્યું કે, અમે શરણાર્થીઓને આશરો આપવા તૈયાર છે.
Advertisement
Tags :
Advertisement

.