રશિયન સેનાના હુમલા વચ્ચે ટ્વિટર પર યુક્રેનનું ‘મીમ’ વૉર, પુતિનની હિટલર સાથે સરખામણી
રશિયાએ આખરે યુક્રેન પર હુમલો કરી દીધો છે. છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. બંને દેશની સેનાઓ આમને સામને હતી, ત્યારે હવે યુદ્ધની શરુઆત પણ થઇ ચુકી છે. એક તરફ રશિયા યુક્રેન પર સતત મિસાઇલ હુમલો, એર સ્ટ્રાઇક અને બોમ્બમારો કરી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેન પર સાયબર એટેક પણ થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે યુક્રેન રશિયાના હુમલાનો યુદ્ધના મેદાનમાં તો જવાà
01:15 PM Feb 24, 2022 IST
|
Vipul Pandya
રશિયાએ આખરે યુક્રેન પર હુમલો કરી દીધો છે. છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. બંને દેશની સેનાઓ આમને સામને હતી, ત્યારે હવે યુદ્ધની શરુઆત પણ થઇ ચુકી છે. એક તરફ રશિયા યુક્રેન પર સતત મિસાઇલ હુમલો, એર સ્ટ્રાઇક અને બોમ્બમારો કરી રહ્યું છે. તો બીજી તરફ યુક્રેન પર સાયબર એટેક પણ થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે યુક્રેન રશિયાના હુમલાનો યુદ્ધના મેદાનમાં તો જવાબ આપી જ રહ્યું છે, પણ સાથે સોશિયલ મીડિયામાં પણ જવાબ આપે છે.
હિટલર અને પુતિનની એક તસવીર
યુક્રેનના ઓફિશયલ ટ્વિટર હેન્ડલ પરથી એક મીમ શેર કરવામાં આવ્યું છે. જે અત્યારે ખૂબ વાયરલ થયું છે. માત્ર યુક્રેન જ નહીં પરંતુ દુનિયાભરના લોકો તેને શેર કરી રહ્યા છે. આ મીમની અંદર યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સરખામણી હિટલર સાથે કરી છે. આ મીમની અંદર એડોલ્ફ હિટલર અને પુતિનની એક તસવીર છે. જેમાં બંનેને કાર્ટૂનના રુપમાં દર્શાવ્યા છે. હિટલર પુતિનના ગાલ પર હાથ ફેરવી રહ્યો છે. જેની સાથે યુક્રેન દ્વારા એવું લખવામાં આવ્યું છે કે, ‘આ માત્ર મીમ નથી પરંતુ મારી અને તમારી અત્યારની વાસ્તવિકતા છે’
આ પહેલા પણ મીમ શેર કર્યુ હતું
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ યુક્રેન દ્વારા આ પ્રકારના મીમી શેર કરવામાં આવ્યા હતા. જેમાં ડિસેમ્બર મહિનામાં યુક્રેને ટ્વિટર પર શેર કરેલું એક મીમી પણ ઘણું વાયરલ થયું હતું. 7 ડિસેમ્બર 2021ના દિવસે યુક્રેન દ્વારા કરાયેલા આ ટ્વિટમાં રશિયાને માથાનો દુઃખાવો ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ માત્ર જમીન અને આકાશમાં જ નહીં પરંતુ સાયબર વર્લ્ડમાં પણ ચાલી રહ્યું છે. મીડિયા અહેવાલો પ્રમાણે યુક્રેનમાં સેંકડો કોમ્પ્યુટર પર સાયબર એટેક થયો છે, જેની પાછળ રશિયાનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે રશિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
Next Article