Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકવાર ફરી ચર્ચામાં આવી ઉર્ફી, એરપોર્ટ પર સ્ટાફે સરખા કરવા પડ્યા કપડા, જુઓ Video

ઉર્ફી જાવેદ તેની ફેશન અને લુકને કારણે હરહંમેશ ચર્ચામાં રહેતી હોય છે. તેના ફેન્સ મોટી સંખ્યામાં તેના વીડિયો અને ફોટાને લાઇક કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી તે અલગ-અલગ કપડામાં સ્પોટ થાય છે. તેના ચાહકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. ભૂતકાળમાં તે સાઈકલ ચેઈન ડ્રેસને લઈને ચર્ચામાં આવી હતી. તેનો આ ડ્રેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વળી, તાજેતરમાં ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે. àª
05:29 AM Dec 11, 2022 IST | Vipul Pandya
ઉર્ફી જાવેદ તેની ફેશન અને લુકને કારણે હરહંમેશ ચર્ચામાં રહેતી હોય છે. તેના ફેન્સ મોટી સંખ્યામાં તેના વીડિયો અને ફોટાને લાઇક કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી તે અલગ-અલગ કપડામાં સ્પોટ થાય છે. તેના ચાહકો તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. ભૂતકાળમાં તે સાઈકલ ચેઈન ડ્રેસને લઈને ચર્ચામાં આવી હતી. તેનો આ ડ્રેસ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વળી, તાજેતરમાં ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે એરપોર્ટ પર જોવા મળી રહી છે. તે પણ એકદમ દેશી ડ્રેસમાં. તેણે સાડી પહેરી છે જેનો પલ્લું હવાના કારણે લહેરાતો જોવા મળી રહ્યો છે. 
સાડીમાં બોલ્ડ અવતાર બતાવતી ઉર્ફી
ફેશન સેન્સેશન ગણાતી ઉર્ફી જાવેદ દરરોજ તેની ઓફબીટ ફેશન સેન્સથી સમાચારમાં બની રહે છે. ઉર્ફી જાવેદના રોજ અલગ-અલગ વીડિયો અને ફોટા સામે આવતા રહે છે. આ કડીમાં એકવાર ફરી ઉર્ફી જાવેદનો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. સામે આવેલા આ વીડિયોમાં ઉર્ફી તેના નવા લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન ઉર્ફીનો લુક એકદમ સિમ્પલ હતો પરંતુ આ સિમ્પલ સાડીમાં પણ ઉર્ફીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, ધ્યાન ખેંચવામાં ઉર્ફીને 100માંથી 100 નંબર મળતા જ રહ્યા છે. તેના ફેન્સ તેના ફોટા અને વીડિયાની રાહ જોઇ રહ્યા હોય છે. અને ઉર્ફી તેના ફેન્સને નિરાશ પણ કરતી નથી અને કોઇને કોઇ નવા અવતારમાં સ્પોટ થઇ જાય છે. 
એરપોર્ટ પર અચાનક ઉર્ફી જાવેદની સાડીનો પલ્લું ઉડવા લાગ્યો
ઉર્ફી જાવેજનો તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં તેમે જોઇ શકો છો કે તે સફેદ અને ગુલાબી પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળી હતી. ઉર્ફીએ તેના લુકને બોલ્ડ ટચ આપવા માટે બ્રાલેટ બ્લાઉઝ પહેર્યું હતું. બીજી તરફ, ઉર્ફીએ પલ્લુને પીનથી પણ ટાંક્યું નહોતું, જેના કારણે ઉર્ફીનો મોટાભાગનો સમય તેને સંભાળવામાં જ પસાર થઈ ગયો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી વારંવાર તેની સાડી સંભાળતી જોવા મળી રહી છે.
પાછળથી સાડી ખુલ્લી હતી
આટલું જ નહીં, એરપોર્ટ પરના પવનના જોરે ઉર્ફી જાવેદનો મામલો બગાડ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે ઉર્ફી જાવેદ કારમાંથી નીચે ઉતરી ત્યારે તેનું પલ્લુ હવામાં ઉડી ગયું. એટલું જ નહીં, ઉર્ફીની સાડી પણ પાછળથી ખુલતી અને સરકતી જોવા મળી હતી, જેને અભિનેત્રી વારંવાર સંભાળતી જોવા મળી હતી. હવે ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેના આ વિચિત્ર સ્ટાઈલ માટે તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદ ઘણી ટ્રોલ થઈ રહી છે
ઉર્ફીને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું કે, "તેના શરીરને કપડાં પહેરવાની આદત નથી.. તેથી જ કપડાં ઉડી રહ્યા છે." તો બીજા ટ્રોલે લખ્યું, "સેફ્ટી પિન નથી ગરીબની પાસ... નોનસેન્સ એટિટ્યૂડ." એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે શરૂઆતમાં તેણે વિચાર્યું હતું કે આજે તેની સાથે શું થયું છે પરંતુ વીડિયોની વચ્ચે સમજી ગયો કે તે સુધરશે નહીં. વળી, જ્યારે ઉર્ફી એરપોર્ટ પર તેની સાડી સંભાળી રહી હતી, ત્યારે તેની સાથે રહેલી મહિલાએ તેની મદદ કરી હતી.
આ પણ વાંચો - છત્રપતિ શિવાજી મહારાજના લૂકમાં ટ્રોલ થયો અક્ષય, લોકો બોલ્યા- આ પાત્ર ભજવવું આસાન નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
airportGujaratFirstSareeSocialmediaurfijavedViralVideo
Next Article