Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવસેનાના સિમ્બોલ અંગે આગામી 24 કલાકમાં આવશે ચૂંટણીપંચનો નિર્ણય

શિવસેનામાં (Shivsena) શિંદે જુથ અને ઉદ્ધવ જુથ એમ બે ફાંટા પડ્યા બાદ અસલી શિવસેના કઈ તે વિવાદ કોર્ટમાં છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટની (Supreme Court) બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ હતો અને તેની સુનવણી કરતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પ્રતીકો ધરાવતી અરજીઓ પર નિર્ણય લેવા જણાવ્યું હતું. તેથી હવે ચૂંટણીપંચ મહારાષ્ટ્રમાં (Maharashtra) પેટાચૂંટણી પહેલા શિવસેનાનું ચિન્હ કોનું ? તેનà
શિવસેનાના સિમ્બોલ અંગે આગામી 24 કલાકમાં આવશે ચૂંટણીપંચનો નિર્ણય
શિવસેનામાં (Shivsena) શિંદે જુથ અને ઉદ્ધવ જુથ એમ બે ફાંટા પડ્યા બાદ અસલી શિવસેના કઈ તે વિવાદ કોર્ટમાં છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટની (Supreme Court) બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ હતો અને તેની સુનવણી કરતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને પ્રતીકો ધરાવતી અરજીઓ પર નિર્ણય લેવા જણાવ્યું હતું. તેથી હવે ચૂંટણીપંચ મહારાષ્ટ્રમાં (Maharashtra) પેટાચૂંટણી પહેલા શિવસેનાનું ચિન્હ કોનું ? તેને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દેવા માંગે છે અને આગામી 24 કલાકમાં આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે ત્યારે શિવસેનાના બંન્ને જુથો આ મુદ્દે સક્રિય થઈ ચુક્યા છે.
24 કલાકમાં આવશે નિર્ણય
મુંબઈમાં (Mumbai) દશેરાના અવસર પર ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથની અલગ-અલગ રેલીઓ ચાલી રહી હતી તો બીજી તરફ દિલ્હીમાં પણ હલચલ તેજ થઈ હતી. મુંબઈમાં દશેરા રેલી દરમિયાન શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ચૂંટણીપંચના પાસે પહોંચ્યું હતું. તેવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના નેતાઓએ ચૂંટણીપંચને ઘણા પુરાવા રજૂ કર્યા અને દાવો કર્યો કે પાર્ટીના સિમ્બોલ ધનુષ અને બાણ પર તેમનો અધિકાર છે. આ અંગેનો નિર્ણય ચૂંટણીપંચ શુક્રવારે આપી શકે છે એટલે કે હવે આ મહત્વના નિર્ણય માટે માત્ર 24 કલાક બાકી રહ્યા છે.
પેટા ચૂંટણી પહેલા સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે ચૂંટણીપંચ
ચૂંટણીપંચ દ્વારા એકનાથ શિંદે (Eknath Shinde) જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથને સિમ્બોલને લઈને દાવા રજુ કરવા માટે 7 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે આ મામલે ચૂંટણીપંચ નિર્ણય કરશે. શિવસેનાના સિનિયર નેતાઓ આજે વકીલોને મળશે. આ બેઠકમાં ચૂંટણીપંચને શું આપવું જોઈએ, કેવા પુરાવા રજૂ કરવા જોઈએ, તેના પર ચર્ચા થઈ શકે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શિવસેના તરફથી થોડાં વધુ સમયની પણ માંગણી કરવામાં આવી શકે છે. જો કે, અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં પણ પેટાચૂંટણી યોજાવાની છે તે પહેલા ચૂંટણીપંચ પાર્ટીના સિમ્બોલને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નિર્ણય કરવા જણાવ્યું
પેટાચૂંટણીના કારણે ચૂંટણીપંચ (Election Commission of India) એક્શનમાં આવી ગયું છે. આગામી કેટલાક કલાકોમાં એટલે કે શુક્રવારે ચૂંટણીપંચ ધનુષ અને તીર પ્રતીકને લઈને મહત્વનો નિર્ણય આપી શકે છે. આવી સ્થિતિમાં સિમ્બોલ કોના પક્ષમાં જાય છે તેના પર બંને જૂથોની નજર રહેશે. મુંબઈમાં અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાઈ રહી છે. આ પેટાચૂંટણી પહેલા ચૂંટણીપંચ ધનુષ અને તીર અંગે નિર્ણય આપે તેવી અપેક્ષા છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ હતો અને તેની સુનવણી કરતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચને સિમ્બોલને લઈને થયેલી અરજીઓ પર નિર્ણય લેવા જણાવ્યું હતું.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીપંચની કાર્યવાહીમાં કોઈ સ્થગિત નથી. તેથી ચૂંટણીપંચ આગળની કાર્યવાહી શરૂ કરી શકશે. આ સાથે જ આજની સુનાવણી પૂરી થઈ ગઈ છે. તેથી ચૂંટણી પંચ હવે ચૂંટણી ચિન્હ અને શિવસેના અંગે નિર્ણય લઈ શકશે.
Advertisement
Tags :
Advertisement

.