Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવ ઠાકરે જાતે કાર ચલાવીને રાજ્યપાલને રાજીનામું સોંપવા રાજભવન પહોંચ્યા, જુઓ વીડિયો

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તે પહેલા ઉદ્ધવે ફેસબુક પર લાઈવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. સીએમ પદ છોડવાની સાથે તેમણે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડવાની જાહેરાત કરી હતી.#WATCH Mumbai | Uddhav Thackeray waves his hand as leaves from Raj Bhavan after submitting his resignation as Maharashtra CM to Governor Bhagat Singh Koshyari. pic.twitter.com/IWWj6UsGJ1— ANI (@ANI) June 29, 2022 ફેસબુક લાઈવ àª
ઉદ્ધવ ઠાકરે જાતે કાર ચલાવીને રાજ્યપાલને રાજીનામું સોંપવા રાજભવન પહોંચ્યા  જુઓ વીડિયો
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તે પહેલા ઉદ્ધવે ફેસબુક પર લાઈવ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. સીએમ પદ છોડવાની સાથે તેમણે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડવાની જાહેરાત કરી હતી.
Advertisement

ફેસબુક લાઈવ પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ માતોશ્રીથી રાજભવન જવા નિકળ્યા હતા. ઉદ્ધવ ઠાકરે તેમના બે પુત્રો આદિત્ય અને તેજસ સાથે તેમના અંગત નિવાસસ્થાન માતોશ્રીથી રાજભવન પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ ઉદ્ધવ રાજભવન પહોંચશે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપશે. આ દરમિયાન ઉદ્ધવ પોતે કાર ચલાવી રહ્યા હતા. ઉદ્ધવ સાથે આદિત્ય ઠાકરે પણ કારમાં હાજર હતા. ઉદ્ધવના આ પગલા પાછળ અનેક રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ પોતે કાર ચલાવીને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હવે આ કારની સાથે શિવસેનાની કમાન પણ તેમના હાથમાં છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 30 જૂને એટલે કે આવતીકાલે થનારા ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવે ફેસબુક લાઈવ કર્યું હતું. ઉદ્ધવે ફેસબુક લાઈવમાં કહ્યું કે ફ્લોર ટેસ્ટ સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું સીએમ પદ છોડી રહ્યો છું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમારી સરકારે લોકો માટે કામ કર્યું છે. મને સંતોષ છે કે અમે સત્તાવાર રીતે ઔરંગાબાદનું નામ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.