Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉદ્ધવ સરકાર જોખમમાં ! દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ પાસે કરી ફ્લોર ટેસ્ટની માંગ, શિંદેની ઈમરજન્સી બેઠક

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ફ્લોર ટેસ્ટ લગભગ નક્કી થઈ ગયો છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને વહેલી તકે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. સૂત્રોનું કહેવું છે કે આઠ અપક્ષ ધારાસભ્યોએ પણ રાજ્યપાલને ઈમેલ મોકલીને ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે.We have given a letter to the Maharashtra Governor demanding an immediate Floor test: Devendra Fadnavis, Maharashtra LoP and BJP leader, in Mumbai pic.twitter.com/KtZN8cyWBA— ANI (@ANI) June 28, 2022 મીડિયા રિપોર્ટ્સ
06:52 PM Jun 28, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ફ્લોર ટેસ્ટ લગભગ નક્કી થઈ ગયો છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને વહેલી તકે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. સૂત્રોનું કહેવું છે કે આઠ અપક્ષ ધારાસભ્યોએ પણ રાજ્યપાલને ઈમેલ મોકલીને ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે કહ્યું છે કે વર્તમાન સ્થિતિમાં શિવસેનાના 39 ધારાસભ્યો બહાર છે અને તેઓ સતત કહી રહ્યા છે કે તેઓ એનસીપી અને કોંગ્રેસ સાથે રહેવા માંગતા નથી. મતલબ કે તેઓ સરકારને સમર્થન આપવા માંગતા નથી. તેથી જ સરકાર લઘુમતી જેવી લાગે છે. તેથી, રાજ્યપાલને વિનંતી કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક સીએમ ઉદ્ધવ ઠાકરેને બહુમતી સાબિત કરવા કહે.

એવું માનવામાં આવે છે કે 11 જુલાઈ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ માટે ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. બીજેપીએ તેના તમામ ધારાસભ્યોને થોડા દિવસો માટે મુંબઈમાં રહેવા માટે કહ્યું છે.
એકનાથ શિંદે ઈમરજન્સી બેઠક બોલાવી
દેવેન્દ્ર ફડણવીસની રાજ્યપાલ સાથેની મુલાકાતના થોડા સમય પહેલા અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ મળ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેટલાક ધારાસભ્યો પણ ફડણવીસ સાથે પહોંચ્યા હતા. તે જ સમયે, શિંદે જૂથે રાત્રે જ ધારાસભ્યો સાથે તાકીદની બેઠક પણ કરી છે.
Tags :
AdityThackerayDevendrafadanvishGovernerEknathShindeGujaratFirstMaharashtraPoliticsSanjayRautShivSenaswearingUddhavThackeray
Next Article