Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમે ડુપ્લીકેટ ચા તો નથી પીતાં ને? ઝડપાયા બે ધુતારા, જાણો શું હતો મામલો?

વડોદરા જીલ્લાના સાવલીમાં બે શખ્સ ડુપ્લીકેટ વાઘ બકરી ચાનું વેચાણ કરવા આવતાં બાતમીના આધારે સાવલી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. બંને કેવી રીતે ડુપ્લીકેટ ચા બનાવતા હતા તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.      ગુરુવારે  7 એપ્રિલે અમદાવાદના વાઘ બકરી ગૃપના ડાયરેકટર અશ્વિનકુમાર હરિપ્રસાદ જોશીએ સાવલી પોલીસ મથકે નોંધાવેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે અમદાવાદ ખાતે વાઘ બà
તમે ડુપ્લીકેટ ચા તો નથી પીતાં ને  ઝડપાયા બે ધુતારા  જાણો શું હતો મામલો

વડોદરા જીલ્લાના સાવલીમાં બે શખ્સ ડુપ્લીકેટ વાઘ બકરી ચાનું વેચાણ કરવા આવતાં બાતમીના આધારે સાવલી પોલીસે બંનેને ઝડપી લીધા હતા. બંને કેવી રીતે ડુપ્લીકેટ ચા બનાવતા હતા તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.

Advertisement

     ગુરુવારે  7 એપ્રિલે અમદાવાદના વાઘ બકરી ગૃપના ડાયરેકટર અશ્વિનકુમાર હરિપ્રસાદ જોશીએ સાવલી પોલીસ મથકે નોંધાવેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે અમદાવાદ ખાતે વાઘ બકરી ચા ની ઓફીસ ખાતે હતા તે દરમિયાન સાવલી તાલુકાના વાઘ બકરી ચા ના ડિસ્ટ્રીબ્યુટર કૃણાલ જયપ્રસાદ શાહનો ફોન આવ્યો હતો કે સાવલી ગીરધર નગર ચોકડી પાસે એક ગ્રે કલરની કારમાં બે શખ્સો ડુપ્લીકેટ વાઘ-બકરી ચાનું વેચાણ કરવા આવ્યા છે, જેથી તેમણે સાવલી પોલીસને જાણ કરવાનું કહ્યું હતું.

સાવલી પોલીસે તુરત જ સ્થળ પર પહોંચીને ડુપ્લીકેટ ચા ના પેકેટ સાથે બંને ઠગબાજોને ઝડપી લીધા હતા. બંનેના નામ  અનિલ લક્ષ્મણદાસ નેચવાણી અને રિલેશ કુમાર સુરેશભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની તલાશી લઇ ચાની તપાસ કરતાં ઓરીજનલ વાઘ બકરી ચા ના પેકેટ જેવું જ ડુપ્લીકેટ પ્લાસ્ટિકની કોથળીમાં પ્રિન્ટ કરેલ અલગ અલગ વજન ના  1006 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે બંનેની સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.  
Tags :
Advertisement

.