Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રાજ્યના ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે એન્કાઉન્ટર બે રીતે મહત્વપૂર્ણ છે. પહેલું કે આ આતંકવાદીઓનું એ જ જૂથ છે જે ગયા મહિનાની 16 તારીખે વતનાદ એન્કાઉન્ટર દરમિયાન ભાગી ગયા હતા, તે એન્કાઉન્ટર દરમ
05:48 PM May 10, 2022 IST | Vipul Pandya
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. રાજ્યના ડૂરુ વિસ્તારના કરીરીમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે એન્કાઉન્ટર બે રીતે મહત્વપૂર્ણ છે. પહેલું કે આ આતંકવાદીઓનું એ જ જૂથ છે જે ગયા મહિનાની 16 તારીખે વતનાદ એન્કાઉન્ટર દરમિયાન ભાગી ગયા હતા, તે એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થયો હતો. બીજું એ કે એન્કાઉન્ટર સ્થળ હાઇવેની ખૂબ નજીક છે અને અમરનાથ યાત્રા શરૂ થવાની છે. બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે.

આ પહેલા શોપિયાના પંડોશન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે જ્યારે સુરક્ષાકર્મીઓ વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જેમાં એક સામાન્ય નાગરિકનું મોત થયું હતું જ્યારે એક સૈનિક સહિત બે લોકો ઘાયલ થયા હતા. અંધારા અને સામાન્ય લોકોની હાજરીનો લાભ લઈને આતંકવાદીઓ એન્કાઉન્ટર સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ થયા હતા. 
તે પહેલા શુક્રવારે અનંતનાગમાં જ સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારના સિર્ચન ટોપ ફોરેસ્ટ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Tags :
AnantnagEncounterGujaratFirstJammuAndKashmirterroristsઅનંતનાગએન્કાઉન્ટર
Next Article