Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નૂપુર શર્માની હત્યાની આશંકાએ બે આંતકવાદીઓની ધરપકડ, પાકિસ્તાની કનેક્શન

આજે ATS દ્વારા તહરીક-એ-તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.75મા સ્વતંત્રતા દિવસના ગણતરીના દિવસો પહેલા UP ATSને મોટી સફળતા મળી છે.  ATSએ સહારનપુરમાંથી બે આતંકીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે ATSને માહિતી મળી હતી કે પકડાયેલા આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પહેલા UP ATSને મોટી સફળતા મળી છે. ATSએ સહારનપુરમાંથી બે આતંક
02:50 PM Aug 12, 2022 IST | Vipul Pandya
આજે ATS દ્વારા તહરીક-એ-તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.
75મા સ્વતંત્રતા દિવસના ગણતરીના દિવસો પહેલા UP ATSને મોટી સફળતા મળી છે.  ATSએ સહારનપુરમાંથી બે આતંકીઓની ધરપકડ કરી છે. 
બાતમીના આધારે ATSને માહિતી મળી હતી કે પકડાયેલા આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પહેલા UP ATSને મોટી સફળતા મળી છે. ATSએ સહારનપુરમાંથી બે આતંકીઓની ધરપકડ કરી છે. એટીએસને માહિતી મળી હતી કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સ્વતંત્રતા દિવસ પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. 
ધરપકડ કરાયેલા એક આતંકવાદીનું નામ મોહમ્મદ નદીમ છે જે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને તહેરીખ-એ-તાલિબાન સાથે સીધા સંપર્કમાં હતો. તેને નૂપુર શર્માને મારવાનો ટાસ્ક આપવામાં આવ્યું હતું, પરંતુ આ ટાસ્ક પૂર્ણ થાય તે પહેલા જ આતંકીઓ ઝડપાઈ ગયા હતા. જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા યુપી એટીએસે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી 9 ઓગસ્ટના રોજ આઝમગઢથી તેની ધરપકડ કરી હતી. 
સબાઉદ્દીને RRS નામનું ઈ-મેલ આઈડી પણ બનાવ્યું હતું અને ફેસબુક એકાઉન્ટ બનાવીને તેને ટાર્ગેટ કરવાની યોજના પર કામ કરી રહ્યો હતો. એટીએસનો દાવો છે કે તે સીરિયામાં રહેતા આતંકવાદી અબુ બકર અલ-શમીના સંપર્કમાં હતો. તેણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ પરની કાર્યવાહીનો બદલો લેવા માટે IED અને ગ્રેનેડ બનાવવાનું અને તેનો ઉપયોગ કરવાનું શીખ્યા. તે આતંક ફેલાવવા માટે યુવાનોની ભરતી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું કરી રહ્યો હતો. એટીએસ તેને રિમાન્ડ પર લઈ પૂછપરછ કરશે.
Tags :
ATSActionGujaratFirstSaharanpurTerroristArrestedUPATS
Next Article