Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાયપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગમાં બે પાઈલટના મોત

છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો છે. એક હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. આ ક્રેશ લેન્ડિંગ શા માટે થયું, કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું નથી. દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.આ અકસ્માત સવારે 9.10 ક
06:35 PM May 12, 2022 IST | Vipul Pandya

છત્તીસગઢના રાયપુર
એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો છે. એક હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું છે. આ
દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. આ ક્રેશ લેન્ડિંગ શા માટે થયું
, કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું
નથી. દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ
દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં
મોત થયું હતું.
આ અકસ્માત સવારે 9.10 કલાકે થયો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને શોક
વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે
, હમણાં જ રાયપુર એરપોર્ટ પર સ્ટેટ હેલિકોપ્ટરની દુર્ઘટના અંગે
દુઃખદ માહિતી મળી. ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે
,  દુઃખની ઘડીમાં પરિવારના
સભ્યોને શક્તિ આપે.

javascript:nicTemp();

હેલિકોપ્ટર દુર્ઘટના
અંગે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. રાજ્ય સરકારનું એક હેલિકોપ્ટર
છે જે આજે રાત્રે
9:10 વાગ્યે લેન્ડિંગ
દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં બે પાઈલટના મોત થયા છે. હેલિકોપ્ટર રૂટિન ટ્રેનિંગ
ફ્લાઇટ પર હતું જે બાદ તે ક્રેશ થયું હતું.
અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. ચોક્કસ કારણ
જાણવા
DGCA અને રાજ્ય સરકારના
આદેશ પર વિગતવાર ટેકનિકલ તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા મૃતક
પાયલોટના પરિવારજનોને તાત્કાલિક રાહત આપવાના આદેશ આપવામાં આવ્યા છે.

Tags :
ChhattisgarhGujaratFirstHelicopterCrashRaipurAirport
Next Article