Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે નાઇઝિરિયન શખ્સોએ ફેસબુક પર વિધવા વૃદ્ધા સાથે મિત્રતા કરી, 33 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી

વિધવા વૃધ્ધા સાથે FB પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇઝિરીયન ગેંગના બે આરોપીની ધરપકડ કરાઇ છે. આરોપીઓની સાયબર ક્રાઇમે દિલ્હીથી ધરપકડ કરી.જો કે હજુ આ ગેંગમાં વધુ આરોપીઓ હોવાનું સામે આવતા તે આરોપીઓ સુધી પહોંચવા સાયબર ક્રાઇમનું દિલ્હીમાં ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.આરોપીએ ઇમોશનલ વાતો શરૂ કરી સંબંધો કેળવ્ય
11:25 AM Dec 26, 2022 IST | Vipul Pandya
વિધવા વૃધ્ધા સાથે FB પર ઇમોશનલ વાતો કરી આર્થિક મદદના બહાને અને બાદમાં ગિફ્ટ મોકલવાના નામે 33 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇઝિરીયન ગેંગના બે આરોપીની ધરપકડ કરાઇ છે. આરોપીઓની સાયબર ક્રાઇમે દિલ્હીથી ધરપકડ કરી.જો કે હજુ આ ગેંગમાં વધુ આરોપીઓ હોવાનું સામે આવતા તે આરોપીઓ સુધી પહોંચવા સાયબર ક્રાઇમનું દિલ્હીમાં ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે.

આરોપીએ ઇમોશનલ વાતો શરૂ કરી સંબંધો કેળવ્યા
બંને નાઇઝિરિયનના નામ છે અકા ગેરાર્ડ અને ગિફ્ટ ઓલાબીસી ઓકાફોર. હાલ તેઓ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં છે.આ બંને આરોપીઓએ તેમના સાગરિતો સાથે મળીને એક વૃધ્ધ મહિલા સાથે ફેસબુક થકી મિત્રતા કરી હતી.મહિલાના પતિનું અવસાન થયું હોવાથી તે એકલી હોવાથી ડિપ્રેશનમાં રહેતી હતી.અને તે ડિપ્રેશનમાંથી જ બહાર આવવા  માટે તે ફેસબુક આઇડી ધારક સાથે વાત કરતી હતી.આ દરમિયાન આરોપીઓને ખ્યાલ આવી ગયો કે આ વૃધ્ધા તેઓની જાળમાં ફસાઇ જશે.જેથી આરોપીઓમાંના એક આરોપીએ ઇમોશનલ વાતો શરૂ કરી સંબંધો કેળવ્યા.બાદમાં વૃધ્ધા પાસે આર્થિક મદદ પણ માંગી.જેથી વૃધ્ધાએ પહેલા આનાકાની કરી પણ બાદમાં જાળમાં ફસાવી વૃધ્ધાના લાખો રૂપિયા આ ગઠિયાઓએ પડાવી લીધા.
વૃદ્ધાએ પૈસા પરત માંગ્યા તો ગીફ્ટ મોકલી હોવાનું કહી ફરીથી છેતરી 
વૃધ્ધાએ પૈસા પરત માંગતા આરોપીએ ગિફ્ટ મોકલી હોવાનું કહીને પણ છેતરી હતી.આમ કુલ 33.92 લાખ રૂપિયા પડાવનાર આરોપીઓએ આ રીતે છેતરપિંડી કરતા તેઓ સામે ગુનો નોંધી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.
આરોપીએ પોતાનો સ્કોટલેન્ડમાં મોટો બિઝનેસ હોવાનું જણાવ્યું હતું 
તપાસ કરતા સામે આવ્યું કે આરોપી શખ્સે પોતે સ્કોટલેન્ડ ખાતે ૨હેતો હોવાની તેમજ તેને જુદા જુદા ત્રણથી ચાર મોટા મોટા બીઝનેસ છે તેવી વાતચીત કરી વૃધ્ધાને જાળમાં ફસાવી હતી.આરોપીએ તેની પત્નીનું પણ અવસાન થયું હોવાનું વૃધ્ધાને કહેતા વૃધ્ધાને ઇમોશનલ એટેચમેન્ટ થાય તેવુ ક્રુત્ય કરવાનું શખ્સે ચાલુ કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ વૃધ્ધા પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા.પણ વૃધ્ધાને શંકા જતા પૈસા પરત માંગ્યા તો આરોપીઓએ વધુ એક ચાલ ચાલી.જેમાં ગિફ્ટ મોકલવાનું કહીને કસ્ટમ વિભાગના નામે ચાર્જ ભરવાનું કહી ફરીથી પૈસા ખંખેર્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
ગેંગના બાકી સભ્યોની શોધખોળ શરૂ 
હજુ પણ આ ગેંગમાં અનેક સભ્યો છે.જે હાલ દિલ્હીમાં બેસીને આ રીતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનું પોલીસ માની રહી છે.આ ગેંગમાં હજુ છથી વધુ લોકો હોવાનું માની પોલીસની એક ટીમ હજુય ત્યાં ઓપરેશન હાથ ધરી રહી છે.જે આરોપીઓ પકડાયા બાદ તમામ આરોપીઓએ કુલ કેટલા લોકોના કેટલા નાણા ચાંઉ કરી છેતરપિંડી આચરી છે તેનો સાચો આંકડો સામે આવી શકે તેમ છે.
આ પણ વાંચોઃ લાખો રૂપિયાની ઇ-સિગરેટ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
befriendFacebookGujaratFirstNigerianmenScamwidowwoman
Next Article