Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પશુઓના આતંકની ઘટના, આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ

ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પરિસ્થિતિ વિકટ  છે.  અવાર નાવાર ચાલુ રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. આજે પણ ગુજરાતના બોટાદમાં પશુઓના ત્રાસના વિડીયો સામે આવ્યો છે. ત્રણ આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, બ્રિજ પરથી એક આખલો નીચે પટકાયોત્રણ આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, બ્રિજ પરથી એક આખલો નીચે પટકà
રાજ્યમાં પશુઓના આતંકની ઘટના  આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ
ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પરિસ્થિતિ વિકટ  છે.  અવાર નાવાર ચાલુ રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. આજે પણ ગુજરાતના બોટાદમાં પશુઓના ત્રાસના વિડીયો સામે આવ્યો છે. 
ત્રણ આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, બ્રિજ પરથી એક આખલો નીચે પટકાયો
ત્રણ આખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, બ્રિજ પરથી એક આખલો નીચે પટકાતા આ આખલાનું મોત થયુ હતું. આજે બોટાદમાં સાળંગપુર રોડ પર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં રેલવે અંડરબ્રિજ પાસે આખલાઓનો આતંક સામે આવ્ય છે. તેમાં ત્રણ આખલા બાખડતા એક આખલો બ્રિજ નીચે પટકાયો હતો. જેમાં સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.  જોકે સદનસીબે આખલા બાખડયા તે સમયે કોઈ રાહદારીઓ હડફેટે આવ્યા ન હતા.  થોડા દિવસ પહેલા જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા છે. આ બાદ સરકારની આંખ હવે ખુલી છે અને હવે તંત્રને દોડતું કર્યું છે.  જો કે, તંત્રની કામગીરી વચ્ચે રસ્તા પર બાખડતા ઢોરના વિડીયો આવતા જ હોય છે.
  
ભેંસ આવતા બે ટ્રક વચ્ચે ટક્કર, એક ટ્રક પલટી મારી ગઈ ​​​​​​​
હજુ ગઇકાલે અમદાવાદમાં એસજી હાઈવે પરના ઝાયડસ બ્રિજ પર અચનાક જ ભેંસ આવી જતા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ડ્રાઈવરે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે બ્રિજ પર અચનાક રખડતા ઢોર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ એક ટ્રક પલટી મારી ગઈ હતી. જ્યારે ભેંસનું મોત થયું હતું. ટ્રક પલટી મારી જતાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
 
પ્રાણીઓની સમસ્યા પર કોર્ટની સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર પાસેથી અર્બન એરિયાઝ બિલ, 2022માં પશુ નિયંત્રણની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી, જે એપ્રિલમાં પસાર થયા પછી મોકૂફ રાખવામાં આવ્યું હતું. રખડતા પ્રાણીઓની સમસ્યા પર કોર્ટની અરજીની સુનાવણી દરમિયાન, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA) દ્વારા બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેણે સરકાર પર આરોપ મૂક્યો હતો કે તે બિલ પસાર થયા બાદ પણ તેને હોલ્ડ પર મૂક્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.