Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટે યુવાનોને અગ્નિપથના વિરોધ અને હિંસા માટે ઉશ્કેર્યા, પટણાના ડીએમનો દાવો

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશવ્યાપી વિરોધ થઇ રહ્યો છે. બિહારથી શરુ થયેલો આ વિરોધ અનેક રાજ્યોમાં પહોંચ્યો છે. વિરોધ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે અને સરકારી સપતિને નુકસાન પણ થઇ રહ્યું છે. આ વિરોધની સૌથી વધાારે અસર બિહારમાં જોવા મળી રહી છે. પ્રદર્શનકારીઓએ બિહારમાં અનેક ટ્રેનોને આગ લગાવી છે, તો સરકારી સંપતિમાં પણ ભાારે તોડફોડ કરી છે. જેના કારણે કરોડો રુ
બે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટે યુવાનોને અગ્નિપથના વિરોધ અને હિંસા માટે ઉશ્કેર્યા  પટણાના ડીએમનો દાવો
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો દેશવ્યાપી વિરોધ થઇ રહ્યો છે. બિહારથી શરુ થયેલો આ વિરોધ અનેક રાજ્યોમાં પહોંચ્યો છે. વિરોધ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે અને સરકારી સપતિને નુકસાન પણ થઇ રહ્યું છે. આ વિરોધની સૌથી વધાારે અસર બિહારમાં જોવા મળી રહી છે. પ્રદર્શનકારીઓએ બિહારમાં અનેક ટ્રેનોને આગ લગાવી છે, તો સરકારી સંપતિમાં પણ ભાારે તોડફોડ કરી છે. જેના કારણે કરોડો રુપિયાનું નુકસાન થયું છે. ત્યારે હવે આ પ્રદર્શન અને હિંસા વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
બે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ઉશ્કેરણી
બિહારની રાજધાની પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહનું કહેવું છે કે આ હિંસા ભડકાવવામાં મસૌઢીની બે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના નામ સામે આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કોચિંગ સંસ્થાઓએ લોકોને હિંસા માટે ઉશ્કેર્યા છે. ડીમેએ આગળ કહ્યું કે એફઆઈઆર નોંધીને આ સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
700 કરોડની સંપતિનું નુકસાન
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં બિહારમાં પ્રદર્શનકારીઓ દ્વારા ટ્રેનની 60 બોગીઓ સાથે 11 એન્જિનને આગ ચાંપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 700 કરોડની સંપત્તિનું નુકાસાન થયું છે. બિહારના 15 જિલ્લાઓમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. બિહારથી લઈને યુપી, હરિયાણા અને તેલંગાણા સુધી અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે.
વિવિધ સરકારી મંત્રાલયોની જાહેરાત
આ યોજના સામે વધી રહેલા હિંસક પપ્રદર્શનને જોતા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોએ નરમ વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કેન્દ્રીય સશસ્ત્ર દળોમાં અગ્નિપથ યોજના હેઠળ સેવા આપતા 'અગ્નવીર'ને 10 ટકા અનામત આપવામાં આવશે. આ સાથે ઉંમરમાં 3 વર્ષની છૂટ પણ આપવામાં આવશે.  પેટ્રોલિયમ મંત્રી હરિદીપ પુરીએ પણ કહ્યું છે કે આ જવાનોની ચાર વર્ષની સેવા પછી નિમણૂક પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલય તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને 10 ટકા અનમાત આપવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.