Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફૂટેલા ફટાકડામાંથી ગંદર્ભ કાઢી આગ ચંપી કરતા ભડકો, બે બાળકો દાઝ્યા

માતા પિતાએ બાળકોને સાવચેત રાખવા જેવો કિસ્સોફૂટેલા ફટાકડા માંથી ગંદરભૅ કાઢી આગ ચંપી કરતા ભડકો તથા બે બાળકો મોઢાના ભાગે દાઝીયાફૂટેલા ફટાકડાઓ એકત્ર કરી તેમાં રહેલો ગંદર્ભ કાઢી સળગાવ્યો નજીક બેઠેલા બંને બાળકોના ચહેરા ઉપર આગની જ્વાળા લાગતા દાઝ્યાદિવાળીના તહેવારોમાં ફૂટેલા ફટાકડાઓમાંથી ગંદર્ભ કાઢી ઘણા બાળકો આગ લગાવી ખુશી મનાવતા હોય છે. પરંતુ આવું કૃત્ય ક્યારેક ગંભીર પરિસ્થિતàª
ફૂટેલા ફટાકડામાંથી ગંદર્ભ કાઢી આગ ચંપી કરતા ભડકો  બે બાળકો દાઝ્યા
  • માતા પિતાએ બાળકોને સાવચેત રાખવા જેવો કિસ્સો
  • ફૂટેલા ફટાકડા માંથી ગંદરભૅ કાઢી આગ ચંપી કરતા ભડકો તથા બે બાળકો મોઢાના ભાગે દાઝીયા
  • ફૂટેલા ફટાકડાઓ એકત્ર કરી તેમાં રહેલો ગંદર્ભ કાઢી સળગાવ્યો 
  • નજીક બેઠેલા બંને બાળકોના ચહેરા ઉપર આગની જ્વાળા લાગતા દાઝ્યા
દિવાળીના તહેવારોમાં ફૂટેલા ફટાકડાઓમાંથી ગંદર્ભ કાઢી ઘણા બાળકો આગ લગાવી ખુશી મનાવતા હોય છે. પરંતુ આવું કૃત્ય ક્યારેક ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે. આમોદ તાલુકામાં બે બાળકો ફૂટેલા ફટાકડાને આગ લગાવતા મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે. બંને બાળકો હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શાંતિનગરમાં રહેતા બે 8 વર્ષીય બાળક રાકેશ વસાવા, ખોડા વસાવા બંને દિવાળીના સમયમાં ફૂટેલા ફટાકડા એકત્ર કરી તેમાં રહેલો ગંદર્ભ એકત્ર કરી કાગળમાં ઢગલો કરી તેને આગચંપી કરી હતી તે દરમિયાન ભડકો થતા ભડકાની જ્વાળા બંને બાળકોના ચહેરા ઉપર લાગતા બંને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેઓને તાબડતોબ 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયેલા બંને બાળકોને હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પરંતુ ભરૂચ જિલ્લાવાસીઓ માટે પણ પોતાના બાળકોને સાવચેત રાખવાની જરૂર છે. ફૂટેલા ફટાકડા એકત્ર કરતા હોય તો તેનાથી ચેતવણી અને બાળકોને આ વિશે જાણકારી આપવાની જરૂર છે.
Advertisement
Tags :
Advertisement

.