Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના અસમાન વિકાસની તસવીર બતાવતા બે કિસ્સાઓ, દરિયોચીરીને સગર્ભા સુધી પહોંચેલી 108 દેખાઈ પણ......

ગુજરાતના (Gujarat) અસમાન વિકાસની તસવીરો બતાવતા બે કિસ્સાઓ છેલ્લા 15 દિવસ દરમિયાન સામે આવી. જેમાંથી એક ઘટનામાં મંત્રીઓને ના દેખાઈ તો બીજી ઘટનામાં યશનો લાડવો લેવા રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ ટ્વીટની (Tweet) હારમાળા સર્જી.કિસ્સો-1વાત એવી છે કે, એક દિવસ પૂર્વ દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના બેટ દ્વારકા ટાપુ પર રહેતી સગર્ભા મહિલાની 108 બોટની ટીમ દ્વારા બોટમાં જ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ
ગુજરાતના અસમાન વિકાસની તસવીર બતાવતા બે  કિસ્સાઓ  દરિયોચીરીને સગર્ભા સુધી પહોંચેલી 108 દેખાઈ પણ
ગુજરાતના (Gujarat) અસમાન વિકાસની તસવીરો બતાવતા બે કિસ્સાઓ છેલ્લા 15 દિવસ દરમિયાન સામે આવી. જેમાંથી એક ઘટનામાં મંત્રીઓને ના દેખાઈ તો બીજી ઘટનામાં યશનો લાડવો લેવા રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ ટ્વીટની (Tweet) હારમાળા સર્જી.
કિસ્સો-1
વાત એવી છે કે, એક દિવસ પૂર્વ દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના બેટ દ્વારકા ટાપુ પર રહેતી સગર્ભા મહિલાની 108 બોટની ટીમ દ્વારા બોટમાં જ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. સારી બાબત કહેવાય કે આપણી 108 બોટ એમ્બ્યુલન્સ (108 Boat Ambulance) સેવા મધદરિયે આવેલી મેડિકલ ઈમર્જન્સીમાં દેવદૂત બની કામ આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ ઘટના બાદ રાજ્ય સરકારના અનેક મંત્રીઓેએ ટ્વીટ કરીને 108ની કામગીરીની સરાહના કરી જશ મેળવવાનો પ્રયાસ કર્યો.

કિસ્સો-2
પરંતુ આશરે 15 દિવસ પૂર્વે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે એક મહિલાને પ્રસુતી પીડા શરૂ થતાં સરકારી દવાખાને લઈ જવાની તૈયારી કરાઈ જેમાં 108ને કોલ કરતા 108 આવી પરંતુ કુકરદા બસ સ્ટેન્ડ પર આવી કારણ કે કાચા રસ્તા હોય 108 અંદર આવે તેમ નહોતી. જેથી સગર્ભા બહેનને તેના પરિવારજનો ઝોળીમાં નાખી એક કિલોમીટર કાચા રસ્તે પગપાળા ઉંચકીને બહાર લાવ્યા. જ્યાંથી ખાનગી વાહનમાં 2 કીમી બહાર લાવ્યા અને 108ને સગર્ભાને સોંપી 108 નીકળી અને અડધા રસ્તે પોંહચતા રસ્તામાં જ 108ની અંદર સગર્ભાને પ્રસુતી થઈ હતી. કુકરદા ગામના લોકો પાકા રસ્તાથી વંચિત છે ગામલોકોની અનેક રજુઆતો છતાં  ગ્રામજનોની રજુઆત ધ્યાન પર લેવાઈ નથી.
વાસ્તવિકતા
એક તરફ આપણે બોટ એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સની વાતો કરીએ છીએ અને આ સુવિધા ખુબ સારી પણ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ આપણે નાના ગામડાંઓને જોડતા માર્ગો સારા બનાવી શક્યા નથી અને આવી બાબતો મંત્રીઓને દેખાતી પણ નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.