બોગસ ડિગ્રી સર્ટિફિકેટ બનાવતી ગેંગનાં બે સભ્યની ધરપકડ, 5 હજારથી વધુ બોગસ સર્ટિ બનાવ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સીલની વેબસાઇટ હેક કરીને બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે રજીસ્ટ્રેશન કરાવી આપતા આરોપીઓની ધરપકડ કરી છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપીને તેમની પૂછપરછ કરી છે. જેમાં તપાસમાં દેશભરની યુનિવર્સીટીઓના બોગસ સર્ટીના આધારે ઓનલાઇન રજીસ્ટેશન કરાવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે. ફાર્મસી ઓફ કાઉન્સિલે કરી હતà«
05:57 AM Jun 05, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સીલની વેબસાઇટ હેક કરીને બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટના આધારે રજીસ્ટ્રેશન કરાવી આપતા આરોપીઓની ધરપકડ કરી છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપીને તેમની પૂછપરછ કરી છે. જેમાં તપાસમાં દેશભરની યુનિવર્સીટીઓના બોગસ સર્ટીના આધારે ઓનલાઇન રજીસ્ટેશન કરાવાના કૌંભાડનો પર્દાફાશ થયો છે.
ફાર્મસી ઓફ કાઉન્સિલે કરી હતી ફરિયાદ
અમદાવાદ સાયબર ક્રાઈમે અતનું પાત્રા અને સુધાનકર ઘોષ નામનાં બે શખ્સોની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીની સાયબર ક્રાઇમે છેતરપિંડીનાં ગુનામાં પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમને દોઢ વર્ષ પહેલાં ફાર્મસી ઓફ કાઉન્સિલ તરફથી ફરિયાદ મળી હતી કે તેમની વેબસાઈટમાં ખોટી એન્ટ્રી થઈ રહી છે. જેનો ખુલાસો આર કે યુનિવર્સીટીના ફેક સર્ટિફિકેટના આધારે થયો હતો. જેની તપાસ કરતા તે સમયે સાયબર ક્રાઇમે મૃગાંક ચતુર્વેદી નામના શખ્સની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ શરુ હતી અને હવે તેમાં મોટી સફળતા મળી છે.
108 વેબસાઇટ હેક કર્યાનું કબૂલ્યું
આ ધરપકડ બાદ મોટા સાયબર ક્રાઈમના કૌભાંડનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન સાયબર ક્રાઇમને આરોપીઓના તાર પશ્ચિમ બંગાળ સાથએ જડાયેલા મળ્યા હતા. જેથી ત્યાં જઇને અતનું અને સુધાનકરની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ વેબસાઇટ હેક કરવાનું કામ કરતા હતા. તેમણે અત્યાર સુધીમાં 108 વેબસાઈટ હેક કરી ચેડા કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ વેબસાઇટ હેક કરી ઓનલાઇન એન્ટ્રી બદલી સર્ટિફિકેટ બનાવતા હતા. આ કૌભાંડમાં આરોપીઓ સાથે રજિસ્ટ્રાર પણ સંડોવાયેલા હતા. જેનું કામ રજીસ્ટ્રેશન બાદ આવતા ઇમેઇલને ડિલિટ કરવાનું હતું. જેથી યુનિવર્સીટીને જાણ ન થાય. આ સિવાય તેમજ સર્ટિફિકેટની વિગત આપવામાં આવે છે. જેમાં પોસ્ટના કર્મચારી મળેલા હોવાનું સામે આવ્યું. જેથી લેટર યુનિવર્સીટી સુધી પહોંચતા ન હતા અને યુનિવર્સીટીને ગુનાની જાણ નહોતા થતી. જો કે આમ છતા આરોપીઓનો અને કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે. આરોપીઓ પાસેથી પોલીસે 3 મોબાઈલ અને 3 લેપટોપ પણ કબજે કર્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30 વિદ્યાર્થીઓના ડેટા મળ્યા
સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ વેબસાઇટ હેકિંગ કરવા માટે પેનલ બનાવી હતી. જેમાં તેમણે ભારતની 108 યુનિવર્સીટીની વેબસાઇટ હેક કરી હતી. ઉપરાંત 84 એવી ડિગ્રી છે કે જેના ફેક સર્ટિફિકેટ બનાવ્યા છે. આરોપીઓ પાસેથી 5854 વિદ્યાર્થીના ડેટા મળ્યા છે જેમની ફેક એન્ટ્રી કરાઇ છે. જે લોકો ફેક એન્ટ્રી કે બોગસ સર્ટિફિકેટ બનાવવા માંગતા હોય તેમને 5થી 10 લાખ કોટેશન આપવામાં આવતું હતું. તેમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના 30 વિધાર્થીઓના ડેટા મળી આવ્યા છે. જેમણે આ રીતે ફેક સર્ટિફિકેટ બનાવ્યા છે. જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Next Article