Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બે કન્યા અને એક જ વરરાજા, જુડવા બહેનોએ એક જ યુવક સાથે ફર્યા સપ્તપદીના સાત ફેરા

મહારાષ્ટ્રના(Maharashtra) સોલાપુરમાં એક અજીબ ઘટના સામે આવી. જેમાં બે સગ્ગી બહેનોએ એક યુવક સાથે લગ્ન કર્યા. બંને બહેનો વ્યવસાયે આઈટી એન્જિનિયર (IT Engineer)છે. કાયદેસર આ રીતે એક વ્યક્તિ એક જ સમયે બે લગ્ન કરી શકે તેમ ન હોવાથી આ ઘટના સામે આવ્યા બાદ યુવક સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.બન્ને સગ્ગી બહેનોના પિતાનું અવસાન થઇ ચૂક્યું છે.અને બન્ને બહેનો માતા સાથે રહેતી હતી.આ લગ્ન પરિવારજનોની સંપૂર્ણ સહમતિ સા
04:19 AM Dec 06, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રના(Maharashtra) સોલાપુરમાં એક અજીબ ઘટના સામે આવી. જેમાં બે સગ્ગી બહેનોએ એક યુવક સાથે લગ્ન કર્યા. બંને બહેનો વ્યવસાયે આઈટી એન્જિનિયર (IT Engineer)છે. કાયદેસર આ રીતે એક વ્યક્તિ એક જ સમયે બે લગ્ન કરી શકે તેમ ન હોવાથી આ ઘટના સામે આવ્યા બાદ યુવક સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
બન્ને સગ્ગી બહેનોના પિતાનું અવસાન થઇ ચૂક્યું છે.અને બન્ને બહેનો માતા સાથે રહેતી હતી.આ લગ્ન પરિવારજનોની સંપૂર્ણ સહમતિ સાથે થયા.લગ્નના ફોટા અને વીડિયો બન્ને સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા .જેમાં બન્ને બહેનો એક જ વરરાજાના ગળામાં ખુશી-ખુશી હાર પહેરાવતી જોવા મળે છે. 
એકવાર જ્યારે આ બન્ને બહેનોના પિતાની તબિયત બગડી હતી ત્યારે કટોકટીની સ્થિતિમાં અતુલ પોતે પોતાની કારમાં તેમના પિતાને હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં જ પહેલીવાર આ બન્ને બહેનો યુવકના સંપર્કમાં આવી હતી. આ પછી બંનેએ આ યુવક સાથે લગ્ન કરવાનો અને આખી જિંદગી સાથે વિતાવવાનો નિર્ણય લીધો હતો. 
સોલાપુરમાં યોજાયેલા આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલામાં પોલીસે વરરાજા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 494 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકે 36 વર્ષીય જુડવા બહેનો સાથે લગ્ન કર્યા, જેઓ આઈટી પ્રોફેશનલ છે.
આ  પણ વાંચો - અયોધ્યામાં ઝડપથી ચાલી રહ્યું છે રામ મંદિરનું નિર્માણ કાર્ય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
bookedgroomGujaratFirstmarryMUMBAISolapurTwinsisters
Next Article