Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મમત બેનર્જીને ઝટકો, AAP-TRSએ વિપક્ષની બેઠકથી અલગ રહેવું પસંદ કર્યું

રાષ્ટ્રપતિ ચૂંટણી 2022ની જાહેરાત સાથે જ મત મેળવવાની કવાયત પણ શરૂ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને આજે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મુખ્યમંત્રીઓ અને વિપક્ષના નેતાઓની સંયુક્ત બેઠક બોલાવી છે. મળી રહેલી માહિતી અનુસાર, વિપક્ષને એકઠા કરી મમતા બેનર્જી ભાજપને પોતાની અને વિપક્ષની તાકત વિશે જણાવવા માગે છે. પરંતુ તાજેતરમાં મળી રહેલી માહિ
07:10 AM Jun 15, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રપતિ ચૂંટણી 2022ની જાહેરાત સાથે જ મત મેળવવાની કવાયત પણ શરૂ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને આજે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મુખ્યમંત્રીઓ અને વિપક્ષના નેતાઓની સંયુક્ત બેઠક બોલાવી છે. મળી રહેલી માહિતી અનુસાર, વિપક્ષને એકઠા કરી મમતા બેનર્જી ભાજપને પોતાની અને વિપક્ષની તાકત વિશે જણાવવા માગે છે. પરંતુ તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આ બેઠકથી AAP અને TRSએ અલગ રહેવાનું પસંદ કર્યું છે. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ હવે પૂર્ણ થવા આવ્યો છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની પણ જાહેરાત સાથે જ વિપક્ષને એક કરવા માટે મમતા બેનર્જી આજે બપોરે એક મોટી બેઠક યોજવાના છે. વળી રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 માટે નામાંકનની પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) કે વિપક્ષે ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. અહીં, આજે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મુદ્દે એક બેઠક યોજવા જઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસ પણ હાજરી આપે તેવી શક્યતા છે. વિપક્ષ તરફથી સામાન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવા માટે સતત બેઠકો ચાલી રહી છે. વિપક્ષને એકઠા કરવા મમત બેનર્જી દિલ્હી પહોંચી ગયા છે. 
મળતી માહિતી મુજબ, મમતા બેનર્જી આજે દિલ્હીમાં વિપક્ષના નેતાઓ સાથે મોટી બેઠક કરવાના છે. આ માટે મમતા બેનર્જીએ વિપક્ષના નેતાઓને પત્ર પણ લખ્યો હતો. આ પત્ર 22 નેતાઓ અને મુખ્યમંત્રીઓને લખવામાં આવ્યો હતો. જોકે, સમાચાર આવી રહ્યા છે કે મમતા બેનર્જીની આ બેઠકમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) હાજરી નહીં આપે. મહત્વનું છે કે, મમતાના તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે સારા સંબંધો છે. પરંતુ આ બેઠકમાં TRS ની ગેરહાજરી વિપક્ષી એકતા માટે મોટો ફટકો છે. વળી, આ બેઠકથી AAPએ પણ અલગ જ રહેવાનું પસંદ કર્યું છે. જોકે, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ વચ્ચેના સંબંધો સારા માનવામાં આવે છે. તેમ છતા આ વખતે AAP આ બેઠકમાં હાજરી આપી રહી નથી. 
આ બેઠકમાં કોંગ્રેસ હાજરી આપે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલા પાર્ટી વતી બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. જોકે, મમતા બેનર્જીના "એકપક્ષીય" નિર્ણયથી નારાજ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) એ કહ્યું છે કે તેઓ તેમના સાંસદોને અહીં 15 જૂને યોજાનારી વિપક્ષની બેઠકમાં મોકલશે. વળી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે, જયંત ચૌધરી પણ મમતા બેનર્જીની આ બેઠકમાં હાજરી આપશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી 18મી જુલાઈએ યોજાવાની છે. વળી, એવા સમાચાર પણ છે કે બસપા દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ભાગ લેશે નહીં.
આ પણ વાંચો - રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને મમતા બેનર્જીએ વિપક્ષના 22 નેતાઓને પત્ર લખ્યો, 15 જૂને બોલાવી બેઠક
Tags :
AAPAkhileshYadavCMMamataBenerjeeGujaratFirstPresidentElectionPresidentialElectionTRS
Next Article