Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવલી ખાતે NSS શિબિરના મશહૂર ગઝલકાર ખલીલ ધનતેજવીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામા આવી

સાવલીના ધનતેજ ખાતે યોજાયેલા NSS કેમ્પના પુર્ણાહુર્તી કાર્યક્રમમાં પ્રખ્યાત શાયર અને ગઝલકાર અને ધનતેજ ગામના વતની ખલિલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એમડી પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલના વિદ્યાર્થીઓ દ્વારા ધનતેજ ખાતે યોજાયેલા NSS કેમ્પમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.સાંઢાસાલની એમ.ડી.પટેલ હાઈસ્કૂલ દ્વારા નજીકના ધનતેજ ગામમાં NSSની 7 દિવસીય શિબિર યોજવામાં આવી હતી. જેમાં
07:40 AM Mar 17, 2022 IST | Vipul Pandya
સાવલીના ધનતેજ ખાતે યોજાયેલા NSS કેમ્પના પુર્ણાહુર્તી કાર્યક્રમમાં પ્રખ્યાત શાયર અને ગઝલકાર અને ધનતેજ ગામના વતની ખલિલ ધનતેજવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. એમડી પટેલ હાઈસ્કૂલ સાંઢાસાલના વિદ્યાર્થીઓ દ્વારા ધનતેજ ખાતે યોજાયેલા NSS કેમ્પમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.


સાંઢાસાલની એમ.ડી.પટેલ હાઈસ્કૂલ દ્વારા નજીકના ધનતેજ ગામમાં NSSની 7 દિવસીય શિબિર યોજવામાં આવી હતી. જેમાં 50 જેટલા સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે ધનતેજ પ્રાથમિક શાળામાં આ શિબિર ગત 11 માર્ચથી શરૂ કરી આજ-રોજ 17 માર્ચના રોજ પુર્ણાહુર્તી કરવામાં આવી હતી. 7 દિવસ દરમિયાન સ્વયંસેવક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ધનતેજ ગામમાં ગ્રામ સફાઈ, મેડિકલ કેમ્પ, ધ્યાન યોગ પ્રાર્થના, રંગોળી ચિત્ર સ્પર્ધા, ઐતિહાસિક સ્થળ મુલાકાત લીધી હતી અને ધનતેજની ઐતિહાસિક વાવની મુલાકાત, ઔદ્યોગિક એકમમાં ગેસ પ્લાન્ટની મુલાકાત વગેરે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. શિબિરના પ્રોગ્રામ ઓફિસર એન.કે.પટેલના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ ધનતેજની પ્રાથમિક શાળામાં જ 7 દિવસ સુધી રોકાણ કર્યું હતું અને ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.


આજરોજ 16 માર્ચના રોજ શિબિર સાતમાં અને અંતિમ દિવસે શિબિર સમાપન કાર્યક્રમમાં મૂળ ધનતેજના વતની અને ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર, ગઝલકાર, શાયર પદ્મવિભૂષણ ખલીલ ધનતેજવીના માનમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને તેમના જીવન ચરિત્રનો ટૂંકમાં પરિચિય આપવામાં આવ્યો હતો. શિબિર સમાપન કાર્યક્રમમાં સાંઢાસાલ કેળવણી મંડળના પ્રમુખ રજનીભાઇ પટેલ, મંત્રી નરેશભાઈ સોની, એમ.ડી.પટેલ હાઈસ્કૂલના આચાર્ય હસિતભાઈ પટેલ શાળાના શિક્ષકગણ, ધનતેજ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ, ધનતેજ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના અગ્રણીઓ ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
famousghazalsingerGujaratGujaratFirstKhalilDhantejviNSScampSavlitribute
Next Article