ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમરનાથ યાત્રા પૂર્વે ફરી એક વાર TRFનો ધમકીભર્યો પત્ર

આગામી 30મી જૂનથી શરુ થનારી અમરનાથ યાત્રાને લઇને એક વાર ફરીથી આતંકી સંગઠન ટીઆરએફ દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પત્રમાં આરએસએસ અને સરકારને નિશાના પર લેવાયા છે. અમરનાથ યાત્રાને લઇને આતંકી સંગઠન ધ રેજીસ્ટેન્સ ફ્રન્ટ દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર કરાયો છે. સંગઠન દ્વારા જણાવાયું છે કે તે યાત્રાની વિરુદ્ધમાં નથી પણ તીર્થયાત્રી ત્યાં સુધી સુરક્ષીત છે જયાં સુધી તે કશ્મી
05:22 PM May 22, 2022 IST | Vipul Pandya
આગામી 30મી જૂનથી શરુ થનારી અમરનાથ યાત્રાને લઇને એક વાર ફરીથી આતંકી સંગઠન ટીઆરએફ દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પત્રમાં આરએસએસ અને સરકારને નિશાના પર લેવાયા છે. 
અમરનાથ યાત્રાને લઇને આતંકી સંગઠન ધ રેજીસ્ટેન્સ ફ્રન્ટ દ્વારા ધમકીભર્યો પત્ર જાહેર કરાયો છે. સંગઠન દ્વારા જણાવાયું છે કે તે યાત્રાની વિરુદ્ધમાં નથી પણ તીર્થયાત્રી ત્યાં સુધી સુરક્ષીત છે જયાં સુધી તે કશ્મીર મુદ્દામાં સામેલ નહી થાય 
અમરનાથ યાત્રા 30 જૂને શરુ થઇ રહી છે અને 11 ઓગષ્ટે સમાપ્ત થશે. 43 દિવસ ચાલનારી અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને આ વખતે રામબન અને ચંદનવાડીમાં મોટા કેમ્પ પણ થશે, જેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
બાર કોડ સિસ્ટમની સાથે આરએફઆઇડી ટેગ અને તીર્થયાત્રીઓ પર નજર રાખવા માટે ઉપગ્રહ ટેકર્સનો ઉપયોગ કરવામાં આવશે. યાત્રાના રસ્તા અને શિબીર સ્થળો પર સીસી ટીવી કેમેરા પણ લગાવામાં આવશે. આ ઉપરાંત કાશ્મીરમાં સુરક્ષા રાખવા માટે સીઆરપીએફની 50 કંપનીને પણ મોકલવાનો નિર્ણય કરાયો છે. 
પહેલાથી જ અમરનાથ યાત્રા આતંકવાદીઓના નિશાના પર રહી છે. વર્ષ 2000માં પહેલગામ બેસ કેમ્પમાં 17 તીર્થયાત્રીઓ સહિત 25 લોકોના મોત થયા હતા જયારે જુલાઇ, 2017માં બસ પર થયેલા આતંકી હુમલામાં સાત તીર્થયાત્રી માર્યા ગયા હતા. 
ઉલ્લેખનિય છે કે અમરનાથ યાત્રાને શાંતિ અને સુરક્ષીત રીતે પૂર્ણ કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ જે રિપોર્ટ તૈયાર કરી છે તેમાં જણાવાયું છે કે આતંકી કઇ રીતે ખતરો બની શકે છે. આતંકી ઘટનાઓને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરાઇ છે. 
યાત્રામાં સુરક્ષાદળોની તરફથી એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાશે. યાત્રામાં ઉપયોગમાં લેનારા વાહનો અને સુરક્ષાદળોના વાહોમાં પર આરએફઆઇડી ટેગ લગાવાશે.શ્રધ્ધાળુઓને બારકોડ અપાશે તથા બારકોડના આધારે તેમનું લોકેશન જાણી શકાશે. જમ્મુ કાશ્મીર પોલીસ તથા સેના અને તમામ અર્ધ સૈનિક દળોની સુરક્ષા ગોઠવાશે તથા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સિસ્ટમને ચુસ્ત બનાવાશે. આ ઉપરાંત યાત્રીઓના કાફલામાં ઓછા વાહનો રખાશે. અને બુલેટપ્રૂફ અને એમપીવી વાહનોનો વધુ ઉપયોગ કરાશે. આ સિવાય પહેલગામ અને બાલતાલ રુટ પર આરઓપી તથા એન્ટી સબોટેજ ટીમની સંખ્યા વધારાશે. આઇઇડી ખતરાને જોતાં બીડીટી ટીમની સંખ્યા પણ વધારાશે, તથા 2 ડઝન નવા એકસપર્ટ પણ બોલાવાશે. સીસી ટીવી અનેડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે. સીઆરપીએફની બુલેટ પ્રૂફ એન્ટી માઇન વાહનોની સંખ્યા પણ વધારાશે અને પહાડો પર સ્નાઇપર પણ ગોઠવાશે. 
Tags :
AmarnathYatraGujaratFirstHOMDEPARTMENTKashmirSENATRF
Next Article