Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી 10 લાખની માગ, જમીનના ભાગીદાર અને તેના મળતિયા સામે ફરિયાદ

સિહોર નજીક આવેલ સણોસરાના ખેડુત સાથે તેની જમીનના ભાગીદાર અને તેની પત્ની અને તેના અન્ય એક મિત્રએ મળી હનિટ્રેપમાં ફસાવી રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી. પરંતુ ખેડુતે રૂપિયા ચુકવવામાં અસમર્થતા દર્શાવતા  જમીનનો ગીરો ખત કરાવી તેની પાસેથી અવારનવાર પેસાની માંગણી કરાઇ હતી અને જમીન ખાલી કરાવી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપàª
ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી 10 લાખની માગ  જમીનના ભાગીદાર અને તેના મળતિયા સામે ફરિયાદ
સિહોર નજીક આવેલ સણોસરાના ખેડુત સાથે તેની જમીનના ભાગીદાર અને તેની પત્ની અને તેના અન્ય એક મિત્રએ મળી હનિટ્રેપમાં ફસાવી રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી. પરંતુ ખેડુતે રૂપિયા ચુકવવામાં અસમર્થતા દર્શાવતા  જમીનનો ગીરો ખત કરાવી તેની પાસેથી અવારનવાર પેસાની માંગણી કરાઇ હતી અને જમીન ખાલી કરાવી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી. 
સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા દિલીપભાઈ માવજીભાઈ કેવડિયાએ સોનગઢ પોલીસ મથકમાં વિજય અશોકભાઈ રાઠોડ, મુસ્કાન વિજયભાઈ રાઠોડ (બંને રહે. ઈશ્વરિયા, તા. સિહોર) અને અશોક ભકાભાઈ લવતુકા (રહે. આંબલા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વિજય અને મુસ્કાન તેમની વાડીમાં ભાગીયા તરીકે કામકરતા હતા. બંનેએ લાલચ આપીને તેમની પાસેથી રૂ. ૭૦ હજાર પડાવી લીધાં હતા. ત્યાર બાદ તેમને ઈશ્વરિયા બોલાવ્યા હતા જ્યાં મુસ્કાનબેન એકલા હતા. તેમણે તેમને ઘરમાં બોલાવી અંદરથી રૂમ બંધ કરી દીધો અને બહારથી વિજયભાઈ અચાનક આવી ગયા હતા અને  બારણું ખટખટાવ્યું  હતું જેથી  મુસ્કાનબેને રૂમ ખોલ્યો હતો.
ત્યાર બાદ વિજયે તેમની પત્ની સાથે શું કરે છે તેમ કહી અપશબ્દો કહી માર માર્યો હતો અને તે સમયે અશોક લવતુકા પણ આવ્યો હતો.તમામે દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૧૦ લાખની માંગણી કરી જેમાં તેમણે અસમર્થતા બતાવતા અંતે  જમીનનો ગીરો ખત કરાવી લીધો હતો. 
 ત્યાર બાદ અશોક લવતુકા અવારનવાર તેમની પાસે પૈસા માંગી જમીન ખાલી કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. 
Advertisement
Tags :
Advertisement

.