GSRTCની 40 નવી બસને વાહનવ્યવહાર મંત્રી Harsh Sanghavi એ બતાવી લીલીઝંડી
રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2×2 બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આ સાથે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.