ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો રિપોર્ટ જાહેર, શાહબાઝ અને ઈમરાન સરકાર પહેલા કરતા વધુ ભ્રષ્ટ
જર્મનીની ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ (TI) સંસ્થાએ વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. જેમાં શાહબાઝ શરીફ (Shahbaz Sharif) અને ઈમરાન ખાન (Imran Khan )ની આગેવાની હેઠળની સરકારો હેઠળ પાકિસ્તાન પહેલા કરતા વધુ ભ્રષ્ટ હોવાનું જણાયું હતું. TI પાકિસ્તાનના અધ્યક્ષે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો સ્કોર 27 થઈ ગયો છે.CPIએ રિપોર્ટ જાહેર કર્યોટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે મંગળવારે વૈશ્વિક ભ્રષ્ટાચાર પર 2022 કàª
જર્મનીની ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ (TI) સંસ્થાએ વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. જેમાં શાહબાઝ શરીફ (Shahbaz Sharif) અને ઈમરાન ખાન (Imran Khan )ની આગેવાની હેઠળની સરકારો હેઠળ પાકિસ્તાન પહેલા કરતા વધુ ભ્રષ્ટ હોવાનું જણાયું હતું. TI પાકિસ્તાનના અધ્યક્ષે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો સ્કોર 27 થઈ ગયો છે.
CPIએ રિપોર્ટ જાહેર કર્યો
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે મંગળવારે વૈશ્વિક ભ્રષ્ટાચાર પર 2022 કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ (CPI) રિપોર્ટ જાહેર કર્યો. જેમાં પાકિસ્તાનને એ 10 દેશોમાં જાહેર કરવામાં આવ્યું હતું જેણે CPI સ્કોરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. પાકિસ્તાનનો 2022નો CPI સ્કોર 2021માં 28ની સરખામણીમાં 27 છે. જો કે, TI દ્વારા તેના 2022ના અહેવાલમાં કુલ 180 દેશોમાંથી પાકિસ્તાનનો ક્રમ 140મો છે. તમને જણાવી દઈએ કે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દર વર્ષે ભ્રષ્ટાચાર સંબંધિત આંકડાઓ પર એક રિપોર્ટ જાહેર કરે છે. તે વિશ્વના દેશોની સ્થિતિનું વર્ણન કરે છે અને સંસ્થા ભ્રષ્ટાચારની સ્થિતિ અનુસાર દેશોની યાદી બનાવે છે.
ઈમરાન ભ્રષ્ટાચાર અને સામાજિક સુધારાનું વચન આપીને સત્તામાં આવ્યા હતા
CPI 2022 ના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને પણ તેના આંકડાકીય રીતે નોંધપાત્ર ઘટતા વલણને ચાલુ રાખ્યું છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે તે ઘટીને માત્ર 27 પોઈન્ટ થઈ ગયો છે, જે 2012 પછીનો તેનો સૌથી નીચો સ્કોર છે. ઈમરાન ખાન ભ્રષ્ટાચારનો સામનો કરવા, સામાજિક અને આર્થિક સુધારાને પ્રોત્સાહન આપવાનું વચન આપીને સત્તા પર આવ્યા હતા, પરંતુ 2018માં સત્તા સંભાળ્યા પછી પણ આર્થિક, સામાજિક અને ભ્રષ્ટાચારમાં સુધારો કરી શક્યા નથી.
આ રીતે ગણતરી કરવામાં આવે છે
નિષ્ણાતો અને પ્રેક્ટિશનરોના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના કથિત સ્તરોના આધારે આ સૂચિ 180 દેશો અને પ્રદેશોને રેન્કિંગમાં સંકલિત કરવામાં આવી છે. આ રેન્કિંગ 0 થી 100 પોઈન્ટના સ્કેલનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે. જ્યાં શૂન્ય સ્કોર કરનાર દેશ સૌથી વધુ ભ્રષ્ટ છે, જ્યારે 100 સ્કોર કરનાર દેશ ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement