Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેંગકોક ફરીને પરત ફરેલા 4 વ્યક્તિઓના અકસ્માતમાં કરુણ મોત, ઇનોવા કાર ડિવાઇડર કૂદીને કન્ટેનર સાથે ટકરાતા દુર્ઘટના

બેંગકોક ફરી મુંબઇ એરપોર્ટથી સોમવારે વહેલી સવારે સુરત પરત ફરેલા મિત્રોની ઇનોવા કારનો અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર ચીખલી તાલુકાના આલીપોર વસુંધરા ડેરી સામે  પુરપાટ ઝડપે ડિવાઈડર કુદી રોંગ સાઈડ માં કન્ટેનર સાથે ટકરાઈ હતી. જેમાં ઇનોવા કારમાં સવાર ચાર યુવકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક શરૂ કરાવ્યો હતો.à
07:00 AM Jan 23, 2023 IST | Vipul Pandya
બેંગકોક ફરી મુંબઇ એરપોર્ટથી સોમવારે વહેલી સવારે સુરત પરત ફરેલા મિત્રોની ઇનોવા કારનો અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર ચીખલી તાલુકાના આલીપોર વસુંધરા ડેરી સામે  પુરપાટ ઝડપે ડિવાઈડર કુદી રોંગ સાઈડ માં કન્ટેનર સાથે ટકરાઈ હતી. જેમાં ઇનોવા કારમાં સવાર ચાર યુવકોના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક શરૂ કરાવ્યો હતો.
ડ્રાઇવરને ઝોકું આવી જતા ઘટી દુર્ઘટના 
ઇનોવા ચાલક મહમદ હમજા મહમદ હનીફભાઈ ઈબ્રાહીમ પટેલ ને ઝોકું આવતા ઇનોવા પુરપાટ ઝડપે ડિવાઈડર કુદી રોંગ સાઇડે ધસી ગઈ હતી. અને સામેના ટ્રેક ઉપર આવતા કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર ટકરાઇ હતી . જેને પગલે ઇનોવા કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ચાલક સહિત ચારના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. 
ધડાકાભેર ટક્કર બાદ ચીસાચીસથી લોકો દોડી આવ્યા 
દરમિયાન ધડાકાભેર અવાજ અને બચાવના પોકારો સાંભળી લોકો દોડી આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તો રિષી એન્જિનિયર અને વિકાસ સરાને ૧૦૮ એમ્બ્યુલન્સ માં ચીખલી સરકારી દવાખાને લઈ જવાયા હતા. આ ઘટનામાં કન્ટેનર ચાલક અશોકકુમાર કપિલદેવ રાજપૂતની ફરીયાદ નોંધી પીઆઇ કે.જે ચૌધરી એ તપાસ ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકોમાં અમિત દોલતરામ થડાની ઉ.વ.૪૧, ગૌરાંગ નંદલાલ અરોરા ઉ.વ.૪૦,  રોહિત સુભકરણ માહલુ ઉ.વ.૪૦  અને મહમદ હમજા મહમદ હનીફભાઇ ઇબ્રાહિમભાઇ પટેલ ઉ.વ.૧૯નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ  SMS હોસ્પીટલમાં થયેલા નર્સના આપઘાતમાં પોલીસ મોડા મોડા જાગી, આઠ દિવસ બાદ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AccidentbangkokcontainerdividerGujaratFirstinnovacar
Next Article