ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દસ ધનકુબેરને નુકસાન, ટોપ-10 અબજપતિઓના નેટવર્થમાં ઘટાડો

ટેસ્લાના CEO એલોન મસ્ક, જેઓ વિશ્વના ( world)ટોચના અબજોપતિઓમાં નંબર વન છે, તેમને એક દિવસમાં 10 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે. જ્યારે ભારતીય ઉદ્યોગપતિ ( buinessman) ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના બિલિયનર્સ ઈન્ડેક્સના ટોપ-10માં તમામ અમીરોને નુકસાન થયું છે. સૌથી પહેલા વાત કરીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની. ટેસ્લા અને સ્પેસ X જેવી કંપનીઓના માલિક
12:20 PM Oct 09, 2022 IST | Vipul Pandya
ટેસ્લાના CEO એલોન મસ્ક, જેઓ વિશ્વના ( world)ટોચના અબજોપતિઓમાં નંબર વન છે, તેમને એક દિવસમાં 10 બિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે. જ્યારે ભારતીય ઉદ્યોગપતિ ( buinessman) ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. બ્લૂમબર્ગના બિલિયનર્સ ઈન્ડેક્સના ટોપ-10માં તમામ અમીરોને નુકસાન થયું છે. સૌથી પહેલા વાત કરીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની. ટેસ્લા અને સ્પેસ X જેવી કંપનીઓના માલિક મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 10.3 અબજ ડોલર એટલે 85 હજાર કરોડનો ઘટાડો થયો છે. આ પછી એલન મસ્કની નેટવર્થ ઘટીને 210 બિલિયન ડોલર થઈ ગઈ છે.
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ અનુસાર
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ એમેઝોનના જેફ બેઝોસને એક જ દિવસમાં 5.92 અબજ ડોલર એટલે 49 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બેઝોસની કુલ સંપત્તિ ઘટીને 137 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સાથે યાદીમાં ત્રીજા સ્થાને રહેલા ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ 4.85 બિલિયન ડોલર એટલે 40 હજાર કરોડ રૂપિયા ઘટીને 131 બિલિયન ડોલર થઈ ગઈ છે.
સૌથી ધનિક વ્યક્તિઓ 
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી, જે ટોપ-10 બિલિયનર્સની યાદીમાં ચોથા નંબરે છે. તેમની સંપત્તિમાં 2.11 બિલિયન ડોલર એટલે 17 હજાર કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. તેમની કુલ નેટવર્થ ઘટીને 125 બિલિયન ડોલર થઈ ગઈ છે. પાંચમા ધનિક વ્યક્તિ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સની નેટવર્થ 2.65 બિલિયન ડોલર ઘટીને 106 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે છઠ્ઠા ધનિક વ્યક્તિ વોરેન બફેટની સંપત્તિ 2.29 બિલિયન ડોલર ઘટીને 94.2 બિલિયન ડોલર થઈ ગઈ છે.
અબજોપતિઓની યાદીમાં સાતમા ક્રમે રહેલા લેરી પેજને એક દિવસમાં 2.18 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું અને તેમની નેટવર્થ 91.3 બિલિયન ડોલર થઈ હતી. આ સિવાય વિશ્વના આઠમા સૌથી ધનિક વ્યક્તિ સેર્ગેઈ બ્રિનની નેટવર્થ 2.07 બિલિયન ડોલર ઘટીને 87.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. નવમા અમીર, સ્ટીવ બાલ્મર વિશે વાત કરીએ તો, તેમની નેટવર્થમાં પણ તીવ્ર ઘટાડો થયો અને તે 4.03 બિલિયન ડોલર ઘટીને 83.8 બિલિયન ડોલર પર આવી ગયો.
સંપત્તિમાં  ભારે  ઘટાડો 
ટોપ-10 અબજોપતિઓની યાદીમાં દસમા ક્રમે રહેલા મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. તેમને એક દિવસમાં 93.7 મિલિયન ડોલર એટલે 770 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સંપત્તિમાં આ ઘટાડા સાથે, અંબાણીની કુલ સંપત્તિ ઘટીને 83.6 બિલિયન ડોલર થઈ ગઈ છે. સંપત્તિમાં ઘટાડો થયા પછી પણ, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે RIL દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.
Tags :
billionairesGujaratFirstnetworth
Next Article