Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kainchi Dham: આ મંદિરે અરબપતિઓએ પણ નમાવ્યું છે શીશ! આશીર્વાદથી ચમકી ગઈ કિસ્મત

Kainchi Dham: ભારતમાં એક મંદિર આવેલું છે જે અત્યારે વિશ્વવિખ્યાત છે. આ એવું મંદિર છે વિશ્વના અમિરો પણ માથુ નમાવી આશિર્વાદ લઈ જાય છે. મેટા ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગ અને એપલના ભૂતપૂર્વ સીઈઓ અને સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પણ માલિકી ધરાવે...
kainchi dham  આ મંદિરે અરબપતિઓએ પણ નમાવ્યું છે શીશ  આશીર્વાદથી ચમકી ગઈ કિસ્મત
Advertisement

Kainchi Dham: ભારતમાં એક મંદિર આવેલું છે જે અત્યારે વિશ્વવિખ્યાત છે. આ એવું મંદિર છે વિશ્વના અમિરો પણ માથુ નમાવી આશિર્વાદ લઈ જાય છે. મેટા ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝકરબર્ગ અને એપલના ભૂતપૂર્વ સીઈઓ અને સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પણ માલિકી ધરાવે છે તેઓ પણ આ મંદિરમાં દર્શન કરવા આવેલા છે, અને મંદિરની અલૌકિક શક્તિ બાબતે જાહેરમાં કહી પણ ચૂક્યા છે. આ વાત ઘણા ઓછા લોકો જ જાણે છે. મળતી વિગતો પ્રમાણે 2015માં જ્યારે પ્રધાનમંત્રી જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે અમેરિકાની યાત્રા દરમિયાન ફેસબૂકના સહ-સંસ્થાપક માર્ક ઝકરબર્ગ તેમને જણાવી હતીં.

વિશ્વના અરબપતિઓએ પણ કર્યા છે આ મંદિરના દર્શન

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, ફેસબુકના શરૂઆતના દિવસોમાં એપલના દિવંગત સંસ્થાપક સ્ટીવ જોબ્સની સલાહ પર તેમણે ભારતના એક મંદિરની મુલાકાત લીધી હતી. જોબ્સ જે મંદિરની વાત કરી રહ્યા હતા તે ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલ કૈંચી ધામ આશ્રમ છે. 1970ના દાયકામાં જોબ્સે પોતે પણ મંદિરની મુલાકાત લીધી હતી.

Advertisement

અહીં એક હનુમાનનું મંદિર અને આશ્રમ આવેલો છે

કૈંચી ધામ નૈનીતાલમાં આવેલા બાબા નીમ કરોલીનો આશ્રમ આવેલો છે. આ હનુમાનનું મંદિર અને આશ્રમ છે. આ મંદિર અને આશ્રમને 1960 ના દશકમાં નીમ કરોલી બાબાએ બનવડાવ્યો હતો. આ આશ્રમ ટેકરીઓ, વૃક્ષો અને નદીઓથી ઘેરાયેલો છે. અહીં દર વર્ષે 15 જૂને મેળો ભરાય છે. 1973માં બાબાનું અવસાન થયું. પરંતુ આજે પણ ઘણા હાઈ-પ્રોફાઈલ અમેરિકનો તેમનામાં વિશ્વાસ રાખે છે. એવું કહેવાય છે કે જોબ્સને કૈંચી ધામ આશ્રમની મુલાકાત લીધા પછી એપલ બનાવવાનું વિઝન મળ્યું.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: PM Awas Yojana: પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે કરી વાત, કહ્યું કે, મકાન કેવું મળ્યું છે?

Tags :
Advertisement

.

×