Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટામેટા અનેક રીતે ગુણકારી પરંતુ પથરી અને ડાયેરિયામાં ભૂલથી પણ ન ખાતા

શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે કુદરત ફળો, શાકભાજી, મસાલા અને ઔષધીય ગુણો ધરાવતા પદાર્થો આપે છે. શરીરની વિવિધ સમસ્યાઓ માટે ઉપયોગી કુદરતી ખાદ્ય પદાર્થો અમૃત સમાન છે. આ ખાદ્યપદાર્થો ઉપયોગી છે, તેનો પુરાવો માત્ર પ્રાચીન આયુર્વેદિક અને ગ્રીક ગ્રંથોમાં જ નહીં પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાનમાં પણ જોવા મળે છે. ઘણા વૈજ્ઞાનિક સંશોધનોમાં એ સાબિત થયું છે કે ફળો, શાકભાજી, સૂકા ફળો, મસાલા અને દૂધ-àª
05:17 AM Jan 30, 2023 IST | Vipul Pandya
શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે કુદરત ફળો, શાકભાજી, મસાલા અને ઔષધીય ગુણો ધરાવતા પદાર્થો આપે છે. શરીરની વિવિધ સમસ્યાઓ માટે ઉપયોગી કુદરતી ખાદ્ય પદાર્થો અમૃત સમાન છે. આ ખાદ્યપદાર્થો ઉપયોગી છે, તેનો પુરાવો માત્ર પ્રાચીન આયુર્વેદિક અને ગ્રીક ગ્રંથોમાં જ નહીં પરંતુ આધુનિક તબીબી વિજ્ઞાનમાં પણ જોવા મળે છે. ઘણા વૈજ્ઞાનિક સંશોધનોમાં એ સાબિત થયું છે કે ફળો, શાકભાજી, સૂકા ફળો, મસાલા અને દૂધ-દહીં વગેરે શરીર માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ્સનો ભંડાર છે. કુદરતી ખોરાક શરીરને સ્વસ્થ બનાવે છે. આ ઔષધીય ગુણો ધરાવતાં ફળો અને શાકભાજીની શ્રેણીમાં ટામેટાનો સમાવેશ થાય છે. ટામેટાંના સેવનના ઘણા ફાયદા છે, પરંતુ જો કોઈ પણ વસ્તુનું યોગ્ય રીતે અને માત્રામાં સેવન ન કરવામાં આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે. આવી સ્થિતિમાં ટામેટાંના સ્વાસ્થ્ય લાભોની સાથે-સાથે સ્વાસ્થ્ય પર થતા નુકસાન વિશે પણ જાણો, જેથી કેવી રીતે ટામેટાંનું સેવન કરવું તેની સંપૂર્ણ માહિતી મળી રહે.
ટામેટાંમાં મળતા પોષક તત્વો
ટામેટાંમાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-કે સારી માત્રામાં જોવા મળે છે. આ સિવાય પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કોપર અને નિયાસિન જેવા પોષક તત્વો પણ ટામેટાંમાં હોય છે. સૌથી સારી વાત એ છે કે ટામેટાંમાં સોડિયમ, કોલેસ્ટ્રોલ અને કેલરી ખૂબ જ ઓછી હોય છે.

ટામેટાંનું સેવન કરવાથી થતાં ફાયદા

વજન ઘટાડે છે
ટામેટાંનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. ટામેટાંમાં ફાઈબર ગુણ હોય છે, જે આંતરડાને સ્વસ્થ રાખે છે. આ સાથે સલાડમાં ટામેટાં ખાવાથી અને સૂપ અને જ્યુસ પીવાથી વજન ઘટાડી શકાય છે.
આંખો માટે ફાયદાકારક
ટામેટાંમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સના ગુણોને કારણે ટામેટાંનું સેવન આંખોને સ્વસ્થ રાખે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે
કોવિડના સમયગાળાથી લોકો તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરી રહ્યા છે. આ કિસ્સામાં, તમે તમારા આહાર યોજનામાં ટામેટાંનો સમાવેશ કરી શકો છો. ટામેટાંમાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ, લાઈકોપીન અને બીટા કેરોટીન જેવા તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ફાયદાકારક છે. ટામેટા શરદી અને ફ્લૂ જેવા ચેપ સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે.
ટામેટાં ખાવાના ગેરફાયદા
કિડની સ્ટોનની સમસ્યા
જો તમને કિડનીની બીમારી છે તો ભોજનનું ખાસ ધ્યાન રાખો. સંશોધન મુજબ ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે. ટામેટાંમાં જોવા મળતું કેલ્શિયમ ઓક્સાલેટ કિડની માટે હાનિકારક હોઈ શકે છે. જેના કારણે પથરીની ફરિયાદ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં જો કીડની સ્ટોનનાં લક્ષણો જોવા મળે તો ટામેટાંનું સેવન ન કરવું.
ડાયેરિયાની ફરિયાદ
જે લોકો ડાયેરિયાની સમસ્યાથી પરેશાન છે, તેમણે ટામેટાંનું સેવન ન કરવું જોઈએ. લૂઝ મોશન અથવા ડાયેરિયાના કિસ્સામાં વધુ પડતા ટામેટાં ખાવાથી પરેશાની વધી શકે છે. ટામેટાંમાં સાલ્મોનેલા નામનું બેક્ટેરિયા જોવા મળે છે, જે ડાયેરિયા વધારવાનું કામ કરે છે.
એસિડિટી
ટામેટાંમાં ઘણી બધી અમ્લીયતા જોવા મળે છે. એટલા માટે ટામેટાંના વધુ પડતા સેવનથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકો ટામેટાં ખાધા પછી છાતીમાં બળતરાની ફરિયાદ પણ કરે છે.
આ પણ વાંચોઃ  કોબીજ આંખોની રોશની માટે ફાયદાકારક, તેનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
beneficialGujaratFirsthealthkidneystonesanddiarrhoeaTomato
Next Article