Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેમિફાઈનલની દ્રષ્ટિએ આજની ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની મેચ બની શકે છે મહત્વપૂર્ણ

આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ રમાવાની છે. T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે શનિવારે 27 નંબરની મેચ સેમિફાઇનલની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આજની મેચ બંને ટીમ માટે રહેશે ખાસઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ સિડનીના મેદાનમાં ભારતીà
સેમિફાઈનલની દ્રષ્ટિએ આજની ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની મેચ બની શકે છે મહત્વપૂર્ણ
આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ રમાવાની છે. T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે શનિવારે 27 નંબરની મેચ સેમિફાઇનલની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. 
આજની મેચ બંને ટીમ માટે રહેશે ખાસ
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ સિડનીના મેદાનમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં મોટા અંતરથી જીત મેળવ્યા બાદ કિવી ટીમ વધુ સારી સ્થિતિમાં છે, જ્યારે અફઘાનિસ્તાન સામેની તેમની બીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. શ્રીલંકાએ સુપર-12ની પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું અને બીજી મેચમાં તેને કાંગારૂઓ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement

Group 1મા ન્યૂઝીલેન્ડની ટીમ ટોપ પર
જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપમાં બંને ટીમો બે-બે મેચ રમી ચુકી છે. બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે કિવિઝ ગ્રુપ 1માં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે શ્રીલંકા સમાન મેચમાં બે પોઈન્ટ સાથે પાંચમા નંબરે છે. કિવી ટીમ આ મેચ જીતવા સાથે પોઈન્ટ ટેબલમાં પાંચ પોઈન્ટ સાથે પોતાનું સ્થાન મજબૂત કરશે. બીજી તરફ જો શ્રીલંકાની ટીમ આ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવશે તો તે પોઈન્ટ ટેબલમાં આગળ વધી જશે અને આ ગ્રુપમાં સ્પર્ધા વધુ વધી જશે.

ડિફેન્ડિંગ વિજેતાને હરાવ્યા બાદ ન્યૂઝીલેન્ડનો ઉત્સાહ વધ્યો
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ વિનરને હરાવીને ટીમે પોતાની તૈયારી બતાવી છે. કિવી ટીમ એકદમ સંતુલિત છે અને મેદાનમાં તેમનું પ્રદર્શન પણ મજબૂત દેખાઈ રહ્યું છે. ટીમના કેપ્ટન વિલિયમસનનું ફોર્મ ટીમ માટે ભારે ચિંતાનું કારણ છે.
Advertisement

પ્રથમ બેટિંગ કરનાર ટીમે સ્કોર 180 સુધી પહોંચાડવો જરૂરી
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટ્સમેનો માટે એટલું ખરાબ નહીં હોય, પ્રથમ બેટિંગ કરનાર ટીમે સ્કોર 180 સુધી પહોંચાડવો જરૂરી બનશે. જો આમ થશે તો બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહેલી ટીમ પર વધારાનું દબાણ રહેશે. પિચની વાત કરીએ તો બોલરોને મદદ મળી રહી છે, પરંતુ ઓસ્ટ્રેલિયન પિચ જેના માટે જાણીતી છે તેવી જોવા નહીં મળે. પ્રથમ 6 ઓવર નિર્ણાયક હશે, જો બેટ્સમેન અહીં પોતાને બચાવી રાખે છે તો સારો સ્કોર બનાવી શકાય છે.
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા મેચના આંકડા
બંને ટીમો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 19 વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ન્યૂઝીલેન્ડે 10 અને શ્રીલંકાએ 8 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાંથી ન્યૂઝીલેન્ડે ચારમાં જીત મેળવી છે જ્યારે શ્રીલંકાએ માત્ર એક જ મેચ જીતી છે. શ્રીલંકાએ 2014મા તેનો પ્રથમ અને એકમાત્ર T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ન્યૂઝીલેન્ડ 2021ની આવૃત્તિમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પહોંચ્યું હતું.
મેચનું ટીવી પ્રસારણ કેવી રીતે જોવું?
વર્લ્ડ કપ મેચોનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચ તમે સ્ટાર સ્પોર્ટ્સ પર વિવિધ ભાષાઓમાં જોઈ શકો છો. વળી આ ઉપરાંત તમે હોટસ્ટાર પર પણ આ મેચનું જીવંત પ્રસારણ જોઇ શકો છો.
Tags :
Advertisement

.