આજે વર્ષ 2022નું પ્રથમ સૂર્યગ્રહણ: જાણો ભારતમાં તેમની શું થશે અસર
વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 30 એપ્રિલના રોજ રાત્રે 12.15 વાગ્યાથી 1લી મેના રોજ સવારે 4:7 વાગ્યા સુધી રહેશે. ચાર કલાકનું આ ગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં.આ આંશિક સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, એટલાન્ટિક ક્ષેત્ર, પેસિફિક મહાસાગર અને દક્ષિણ અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં દેખાશે. તે ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં કોઈ ધાર્મિક અસરનો પ્રશ્ન નથી. મંદિરો રાત્રે બંધ રહે છે, તેથà«
04:00 AM Apr 30, 2022 IST
|
Vipul Pandya
વર્ષ 2022નું પહેલું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 30 એપ્રિલના રોજ રાત્રે 12.15 વાગ્યાથી 1લી મેના રોજ સવારે 4:7 વાગ્યા સુધી રહેશે. ચાર કલાકનું આ ગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં.
આ આંશિક સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, એટલાન્ટિક ક્ષેત્ર, પેસિફિક મહાસાગર અને દક્ષિણ અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં દેખાશે. તે ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં કોઈ ધાર્મિક અસરનો પ્રશ્ન નથી. મંદિરો રાત્રે બંધ રહે છે, તેથી ગ્રહણ દરમિયાન તેમને બંધ કરવાની જરૂર રહેશે નહીં.
તેમજ સુતકની કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. ભારતીય પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન મંદિરોમાં ભોજન અને દર્શન પર પ્રતિબંધ છે. ગ્રહણ સમાપ્ત થયા પછી નદીઓ અને ઘર વગેરેમાં સ્નાન કર્યા પછી દાન કરીને પુણ્ય કમાવવાનું વિશેષ મહત્વ છે.
આ આંશિક સૂર્યગ્રહણ હોવાથી, જે દેશોમાં તે દેખાશે, ત્યાં લગભગ 65 ટકા સૂર્ય ચંદ્ર દ્વારા આવરી લેવામાં આવશે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને પૃથ્વી પર સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રીતે રોકી રાખે છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, સૂર્ય અથવા ચંદ્રગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ થવાના છે. તેમાંથી 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ થશે. હિંદુ કેલેન્ડર મુજબ સૂર્યગ્રહણનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ.
Next Article