Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે શ્રાવણ માસનો છે પ્રથમ સોમવાર, શિવ મંદિરે ભક્તોનું જોવા મળ્યું ઘોડાપૂર

પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે સવારથી જ ભક્તો શિવ મંદિરે પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આવેલા જ્યોર્તિલિંગના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દિવસ મહાદેવજીનો કહેવાય છે ત્યારે તેમની વિશિષ્ટ કૃપા મેળવવા લગ્નવિલંબ દૂર કરવાથી માંડીને આરોગ્ય પ્રાપ્તિ માટેના પ્રયોગ પણ આજે કરવામાં આવે છે.દેવોના દેવ મહાદેવના દર્શનાર
આજે શ્રાવણ માસનો છે પ્રથમ સોમવાર  શિવ મંદિરે ભક્તોનું જોવા મળ્યું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે સવારથી જ ભક્તો શિવ મંદિરે પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આવેલા જ્યોર્તિલિંગના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ દિવસ મહાદેવજીનો કહેવાય છે ત્યારે તેમની વિશિષ્ટ કૃપા મેળવવા લગ્નવિલંબ દૂર કરવાથી માંડીને આરોગ્ય પ્રાપ્તિ માટેના પ્રયોગ પણ આજે કરવામાં આવે છે.
દેવોના દેવ મહાદેવના દર્શનાર્થે સવારથી જ ભક્તો મંદિરે પહોંચી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂં મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુજી ઉઠ્યા છે. આજે સવારથી જ વાતાવરણમાં જાણે ભક્તિમય બન્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં મોટી સંખ્યામાં લોકોએ આવી શિવલિંગ પર દૂધ,જળાભિષેક અને બીલીપત્ર ચઠાવી ભગવાન શિવની પૂજા કરી હતી. ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. આ વર્ષે ગુજરાતી પંચાંગ મુજબ 29/07/2022 ને શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો.
શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચે છે. આ વખતે પણ સોમનાથમાં દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બે વર્ષથી કોરોના કાળને કારણે દર્શનાર્થીઓની જૂજ સંખ્યા સોમનાથમાં જોવા મળતી હતી. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી શક્યતાને ધ્યાને લઇને સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ લોકોએ શ્રાવણ માસમાં સોમવારનું વ્રત કરવાનું ટાળવું જોઈએ
જો તમારી સર્જરી થઈ હોય અથવા કોઈ ગંભીર રોગની સારવાર ચાલી રહી હોય તો ઉપવાસ ન કરો.
સુગરના દર્દીએ ઉપવાસનો ત્યાગ કરવો જોઈએ.
જો એનિમિયાની સમસ્યા હોય તો ઉપવાસ કરવાનું ટાળો.
જો તમને ફેફસાં, લીવર, હૃદય, કિડની સંબંધિત રોગો હોય તો ઉપવાસ ન કરો.
સગર્ભા સ્ત્રીઓએ ઉપવાસ ન કરવો જોઈએ.
Tags :
Advertisement

.