ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે ભારતીય વાયુસેનાનો 90મો સ્થાપના દિવસ, જાણો શું છે તેનો ઈતિહાસ

ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) પર દેશ વાયુસેનાની વીરતા અને શૌર્યના દર્શન કરશે. ભારત દર વર્ષે 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરે છે. ઇન્ડિયન એર ફોર્સ (IAF) ની રચના 8 ઓક્ટોબર, 1932 ના રોજ ભારતીય વાયુસેના કાયદા હેઠળ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાને સૌપ્રથમ 1932મા યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સની સહાયક વાયુસેના તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. હાલની વાત કરીએ તો ગાઝિયાબાદ સ્થિત હિંડàª
04:33 AM Oct 08, 2022 IST | Vipul Pandya
ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day) પર દેશ વાયુસેનાની વીરતા અને શૌર્યના દર્શન કરશે. ભારત દર વર્ષે 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કરે છે. ઇન્ડિયન એર ફોર્સ (IAF) ની રચના 8 ઓક્ટોબર, 1932 ના રોજ ભારતીય વાયુસેના કાયદા હેઠળ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાને સૌપ્રથમ 1932મા યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સની સહાયક વાયુસેના તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. હાલની વાત કરીએ તો ગાઝિયાબાદ સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન પર આ દિવસે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી સેના એટલે ભારતીય વાયુસેના
ભારતીય વાયુસેના (Indian Air Force) વિશ્વની ત્રીજી સૌથી મોટી સેના છે. એરફોર્સની રચના 8 ઓક્ટોબર 1932ના રોજ થઈ હતી. ત્યારથી દર વર્ષે 8 ઓક્ટોબરને વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે એરફોર્સ 90મો રાઈઝિંગ ડે ઉજવશે. 1 એપ્રિલ, 1932ના રોજ એરફોર્સની પ્રથમ ટુકડીની રચના કરવામાં આવી હતી, જેમાં 6 IAF-પ્રશિક્ષિત અધિકારીઓ અને 19 એરમેનનો સમાવેશ થતો હતો.
આઝાદી પહેલા એરફોર્સ આર્મી હેઠળ જ કામ કરતી
આ દળની રચના "રોયલ એર ફોર્સ" નામથી પણ કરવામાં આવી હતી. જેને હટાવીને ‘એરફોર્સ’માં મોકલવામાં આવી હતી. આઝાદી પહેલા એરફોર્સ આર્મી હેઠળ જ કામ કરતી હતી. એરફોર્સને આર્મીથી 'અલગ' કરવાનો શ્રેય ભારતીય વાયુસેનાના પ્રથમ કમાન્ડર-ઈન-ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલમહર્સ્ટને જાય છે. આઝાદી પછી, સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને ભારતીય વાયુસેનાના પ્રથમ વડા, એર માર્શલ બનાવવામાં આવ્યા હતા. તેઓ 15 ઓગસ્ટ 1947 થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર રહ્યા.
8 ઓક્ટોબરે જ કેમ ભારતીય વાયુસેના દિવસ ઉજવાય છે?
ઈન્ડિયન એરફોર્સ કે જેને ભારતીય હવાઈ દળ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સત્તાવાર રીતે 8 ઓક્ટોબર 1932ના રોજ બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, કારણ કે તે સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. ભારતીય વાયુસેના (IAF) એ ત્રણ ભારતીય સશસ્ત્ર દળોની હવાઈ પાંખ છે અને તેમનું પ્રાથમિક મિશન ભારતીય હવાઈ ક્ષેત્રને સુરક્ષિત કરવાનું અને સંઘર્ષના સમયે હવાઈ પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનું હતું. IAF ની પ્રથમ એસી(AC) ફ્લાઇટ 1 એપ્રિલ, 1933 ના રોજ અસ્તિત્વમાં આવી. બ્રિટિશ શાસન હેઠળ, IAFને 'રોયલ ઇન્ડિયન એર ફોર્સ' કહેવામાં આવતું હતું. જોકે, આઝાદી પછી (1950મા) સરકાર દ્વારા એક પ્રજાસત્તાકમાં ફેરફાર થવાની સાથે જ તે ભારતીય વાયુસેનામાં બદલાઈ ગયું.
ભારતીય વાયુસેના દિવસનો ઇતિહાસ
ભારતીય વાયુસેનાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની ઉડ્ડયન સેવાને રોયલ ઉપસર્ગથી સન્માનિત કરી હતી. 1947મા દેશની આઝાદી બાદ આ ફોર્સનું નામ રોયલ એરફોર્સ રાખવામાં આવ્યું. ત્રણ વર્ષ પછી, 1950 મા, ભારત પ્રજાસત્તાક બન્યા પછી, તેનું નામ બદલીને ભારતીય વાયુસેના રાખવામાં આવ્યું. 1950મા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સાથે ચાર અને ચીન સાથે એક યુદ્ધ લડ્યું છે. તેમજ ભારતીય વાયુસેનાએ આ મોટા ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેના નામ છે - ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ અને ઓપરેશન પૂમલાઈ.
આ પણ વાંચો - આર્મી, નેવી અને એરફોર્સ માટે 76 હજાર કરોડના સ્વદેશી હથિયાર અને સાધનોની ખરીદીને મંજૂરી
Tags :
AirForceDay2022FoundationDayGujaratFirstIAFIndianAirForce
Next Article