ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પગ દુખતા હોય ત્યારે તેનાથી રાહત મેળવવાની Tips

ભાગદોડ અને કોમ્પિટિશનથી ભરેલી જીંદગીમાં પોતાની તમામ જરૂરિયાતોને સંતોષવા અને ભવિષ્યના સપના પૂરા કરવા માટે દિવસ-રાત મહેનત કરવી પડતી હોય છે. અને દિવસના અંતે થાકી પાકીને ઘરે આવો એટલે શરીર અને પગ દુખવાનો અનુભવ થવો એ સહજ છે. ત્યારે આવો જણાવીએ આ દુખાવામાંથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ.. ગરમ પાણીથી સ્નાનમોટાભાગના લોકોને પગમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. સામાન્ય રીતે પગમાં દુખા
03:02 PM Sep 28, 2022 IST | Vipul Pandya

ભાગદોડ અને કોમ્પિટિશનથી ભરેલી જીંદગીમાં પોતાની તમામ જરૂરિયાતોને સંતોષવા અને ભવિષ્યના સપના પૂરા કરવા માટે દિવસ-રાત મહેનત કરવી પડતી હોય છે. અને દિવસના અંતે થાકી પાકીને ઘરે આવો એટલે શરીર અને પગ દુખવાનો અનુભવ થવો એ સહજ છે. ત્યારે આવો જણાવીએ આ દુખાવામાંથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ.. 


  • ગરમ પાણીથી સ્નાન

મોટાભાગના લોકોને પગમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. સામાન્ય રીતે પગમાં દુખાવો થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. પગમાં થતો અસહ્ય દુખાવો ઘણી વખત તો સહન કરવો પણ મુશ્કેલ હોય છે. જેને મટાડવા અંતે પેઈનકિલર ખાવી પડતી હોય છે, જે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન કરે છે. તેથી દવા લેવા કરતા ઓફિસથી આવીને ગરમ પાણીથી સ્નાન કરો. અથવા તો 5 મિનિટ શાવર લેશો તો પણ તાજગીનો અનુભવ થશે.



  • પગ તકિયા પર મુકો

આ સાથે જો પગમાં અસહ્ય દુખાવો થતો હોય તો, સૂતી વખતે પગની નીચે તકીયો અવશ્ય રાખો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધતા દુખાવામાંથી રાહત થવા લાગશે. અને ઉંઘ પણ સારી આવશે.

  • વજન ઉતારો

આ સાથે જો તમારું વજન વધારે હોય તો પણ તમને પગમાં દુખાવો થતો રહે છે. કારણ કે તમારા વજનનો ભાર સૌથી વધારે પગ પર આવે છે. જેના કારણે ચાલવામાં પણ તકલીફ પડે છે. જેથી વજન ઉતારવાનો પ્રયત્ન કરો, જેથી સ્વસ્થ રહી શકાય.  

Tags :
GujaratFirsthealthHealthCareHealthTipsPainReliefTips
Next Article