Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્કેટમાં મળતા પનીર જેવું મલાઈ પનીર બનાવવા માટેની Tips

પનીર બનાવવા માટેની સામગ્રી:1 લીટર દૂધ મલાઈવાળુ2 ચમચા લીંબુનો રસ અથવા વિનેગરકેવી રીતે બનાવશો પનીર?તો પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉભરો આવે કે તરત જ લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરતા રહી દૂધને હલાવતાં રહેવું.દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. 5 મિનિટ
માર્કેટમાં મળતા પનીર જેવું મલાઈ પનીર બનાવવા માટેની tips

પનીર બનાવવા માટેની સામગ્રી:

Advertisement

1 લીટર દૂધ મલાઈવાળુ

2 ચમચા લીંબુનો રસ અથવા વિનેગર

કેવી રીતે બનાવશો પનીર?

Advertisement

  • તો પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. 
  • ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉભરો આવે કે તરત જ લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરતા રહી દૂધને હલાવતાં રહેવું.
  • દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. 5 મિનિટ સતત હલાવતા રહો. પાણીને પનીર અલગ દેખાવા એટલે ગેસ બંધ કરી દેવો અને ત્યારબાદ તેમાં ઠંડુ પાણી અથવા બરફના ટુકળા નાંખીને રહેવા દો. હવે તે પનીરને એક સાફ સફેદ કોટનના કપડાના ગરણામાં રાખી અને થોડું ઠંડું પાણી તેમાં નાખવું જેથી તેમાંથી ખટાશ નીકળી જશે. 
How to make Paneer (Indian Cheese) in Instant Pot - Simmer to Slimmer
  • ત્યારબાદ તેની પોટલી વાળી વધારાનું પાણી નીતારી નાખવું. જેથી પનીર તૈયાર થઈ જશે.
  • જો તમારે પનીરને પંજાબી શાકમાં ઉપયોગ કરવો હોય અથવા તો પનીરના ટુકડા કરવા હોય તો પનીરને એક કપડામાં બાંધીને કપડા સહિત પનીર પર ભાર વજનદાર વસ્તુ મુકી દેવી અને અડધો કલાક સુધી રાખવું જેથી પનીર અંદરથી સખત થઈ જશે. બાદમાં કાપડ હટાવીને તેના ચોરસ ટુકડા કરી લેવાં.
10,987 Paneer Stock Photos, Pictures & Royalty-Free Images - iStock
  • આમ આ પનીર બજાર જેવું જ તૈયાર થઈ જશે. જે બજારમાં મળતા પનીર કરતા વધુ નરમ અને સ્વાદિષ્ટ લાગશે.
Tags :
Advertisement

.