Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ત્રણ -ત્રણ તોફાને અમેરિકા, કેનેડા અને ફિલિપાઈન્સમાં ધમરોળ્યું, પરિસ્થિતિ ચિંતાજનક

હાલ વિશ્વના ત્રણ દેશો કુદરતી આફતો સામે ઝઝૂમી રહ્યા છે. અમેરિકા, ફિલિપાઈન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાના કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે. ત્રણેય દેશોએ તેમના નાગરિકો માટે ચેતવણીઓ જારી કરી છે. અમેરિકાના ફ્લોરિડા (Ian Florida)માં ઇયાન વાવાઝોડાને કારણે ઇમરજન્સી (Emergency) જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડે (Jo Biden)ને પણ મદદના આદેશ આપ્યા છે.બીજા દેશોમાં સ્થિતિ ચિંતાજનક આ સાથે જ કેનà«
11:47 AM Sep 25, 2022 IST | Vipul Pandya
હાલ વિશ્વના ત્રણ દેશો કુદરતી આફતો સામે ઝઝૂમી રહ્યા છે. અમેરિકા, ફિલિપાઈન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાના કારણે અરાજકતા ફેલાઈ ગઈ છે. ત્રણેય દેશોએ તેમના નાગરિકો માટે ચેતવણીઓ જારી કરી છે. અમેરિકાના ફ્લોરિડા (Ian Florida)માં ઇયાન વાવાઝોડાને કારણે ઇમરજન્સી (Emergency) જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડે (Jo Biden)ને પણ મદદના આદેશ આપ્યા છે.
બીજા દેશોમાં સ્થિતિ ચિંતાજનક 
આ સાથે જ કેનેડા (Canada)માં પણ સ્થિતિ ચિંતાજનક છે. શનિવારે સવારે કેનેડામાં ત્રાટકેલા ફિયોના ટાયફૂને (Typhoon Fiona)ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ ખૂબ જ ઝડપી હતી અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ મોટા મોટા વૃક્ષો પડી ગયા હતા અન વીજળીની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. બીજી તરફ ફિલિપાઈન્સ (Philippines)માં પણ સ્થિતિ નાજુક છે. સુપર ટાયફૂન નોરુ (Super Typhoon Noru)ફિલિપાઇન્સ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ફિલિપાઈન્સમાં રાજધાની મનીલા સહિત ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. તેને કેટેગરી 5નું મહા વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે. ચાલો હવે ત્રણેય દેશોની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણીએ.
અમેરિકામાં ઇયાન વાવાઝોડું
અમેરિકાના ફ્લોરિડામાં ઇયાન વાવાઝોડાના કારણે ઇમરજન્સી (Emergency)જાહેર કરવામાં આવી છે. હરિકેન ઇયાન મંગળવારે કેમેન આઇલેન્ડ્સ નજીકથી પસાર થઈને ત્રીજા ગ્રેડના તોફાનમાં ફેરવાઈ જતાં મજબૂત થવાની ધારણા છે. હવે તે 4 ગ્રેડનું વાવાઝોડું બનવાનો અંદાજ છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તોફાનમાં મજબૂત થવાની સંભાવના છે અને તમામ નાગરિકોએ તૈયારીઓમાં રહેવું જોઈએ. આ તોફાનની સંભવિત અસરોને રોકી રાખવા માટે તમામ રાજ્ય અને સ્થાનિક સરકારના ભાગીદારો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓને સહાય આપવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
કેનેડામાં ફિયોના વાવાઝોડું
શનિવારે વહેલી સવારે કેનેડા (Canada)માં વાવાઝોડું ફિયોના ત્રાટક્યું હતું, જેના કારણે ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને પૂર્વી કેનેડામાં 500,000 લોકોના ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ તોફાનને કારણે પ્યુર્ટો રિકો અને ડોમિનિકન રિપબ્લિકમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. વાવાઝોડાએ આ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. કેટલાક ઇલેક્ટ્રિક વાયરો કાર અને ઘરો પર પણ પડ્યા હતા, જેના કારણે વીજ પુરવઠો (power supply) બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને અંધકારમાં જીવવાની ફરજ પડી હતી. કેપ બ્રેટન રિજનલ મ્યુનિસિપાલિટીના મેયર અને કાઉન્સિલ દ્વારા વ્યાપક વીજ કાપ, રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ અને ઘરોને થયેલા નુકસાન વચ્ચે સ્થાનિક કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. તોફાન પહેલા દેશમાં લગભગ 1.50 લાખ લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ફિલિપાઇન્સમાં નોરુ વાવાઝોડું
સુપર ટાયફૂન નોરુ (Noru) ફિલિપાઇન્સ (Philippines) તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. અનુમાન મુજબ નોરુ મહાતોફાનમાં 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વળી, સુપર ટાયફૂન નોરુમાં વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 300 કિમીથી વધુ હોઈ શકે છે. એટલે કે નોરુ વાવાઝોડામાં હવાની ગતિ ભારતમાં સૌથી ઝડપી દોડતી ટ્રેનની સ્પીડ કરતા પણ વધુ હશે. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે રાજધાનીના દક્ષિણી બંદરોમાં 1,200થી વધુ મુસાફરો અને 28 જહાજો ફસાયેલા છે. ફિલિપાઇન્સમાં ભારતીય સમુદાયના લોકોની સંખ્યા આશરે 1,30,000 છે. તેમાં પણ 15 હજાર વિદ્યાર્થીઓ છે, જેઓ મનિલા સહિત વિવિધ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે.
Tags :
canadaGujaratFirstPhilippinessituationalarmingstormshittheUS
Next Article