Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશ્મીરના કુપવાડા મચ્છલ સેક્ટરમાં હિમસ્ખલનમાં ત્રણ જવાન શહીદ

ઉત્તરી કાશ્મીરના (Jammu and Kashmir) મચ્છલ (કુપવાડા) (Kupwara) ક્ષેત્રમાં શુક્રવારે હિમસ્ખલનની ચપેટમાં આવવાથી ત્રણ જવાન શહીદ થયા. કુપવાડા પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, અલ્મોડા ચોકી પાસે હિમસ્ખલનની ચપેટમાં આવવાની 56 RRના 3 જવાન ફરજ દરમિયાન શહીદ થયા છે. તેમના મૃતદેહોના બહાર કાઢી લેવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોના નામ સૌવિક હજારા, મુકેશ કુમાર અને મનોજ લક્ષ્મણ રાવ છે. ત્રણેય મૃતદેહોને 168 દ્રગમુલ્લા
કાશ્મીરના કુપવાડા મચ્છલ સેક્ટરમાં હિમસ્ખલનમાં ત્રણ જવાન શહીદ
ઉત્તરી કાશ્મીરના (Jammu and Kashmir) મચ્છલ (કુપવાડા) (Kupwara) ક્ષેત્રમાં શુક્રવારે હિમસ્ખલનની ચપેટમાં આવવાથી ત્રણ જવાન શહીદ થયા. કુપવાડા પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, અલ્મોડા ચોકી પાસે હિમસ્ખલનની ચપેટમાં આવવાની 56 RRના 3 જવાન ફરજ દરમિયાન શહીદ થયા છે. તેમના મૃતદેહોના બહાર કાઢી લેવામાં આવ્યા છે. શહીદ થયેલા જવાનોના નામ સૌવિક હજારા, મુકેશ કુમાર અને મનોજ લક્ષ્મણ રાવ છે. ત્રણેય મૃતદેહોને 168 દ્રગમુલ્લા મોકલી દેવાયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના કુપવાડા (Kupwara) સેક્ટરમાં એલઓસી (LoC) પાસે થઈ છે. જવાનોનું દળ પેટ્રોલિંગ માટે નિકળ્યું હતું અને ત્યારે બરફનો મોટો હિસ્સો તેના પર પડ્યો. સર્ચ ઓપરેશન બાદ તેમને શોધીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા પણ ત્યાં સુધી તેમના મોત થઈ ચુક્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીના દ્રોપદીના ડાંડા-2 પર્વતની ટોચ પર હિમસ્ખલનમાં 28 ટ્રેકર્સ ફસાયા હતા. NDRF, SDRF અને સેનાએ તેમને બચાવવા માટે રેસક્યૂ ઓપરેશન ચલાવ્યું. ભારતીય વાયુસેનાએ ફસાયેલા ટ્રેકર્સ માટે 2 ચીતા હેલિકોપ્ટર્સને તૈનાત કર્યાં. જોકે આ તમામના મોત થયાં હતા. અનેક દિવસો સુધી ચાલેલા રેસક્યૂ ઓપરેશન બાદ બાધ મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.