Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ જિલ્લામાં 12 કલાકમાં જ આગની 3 ઘટનાથી જિલ્લા ફાયર વિભાગ દોડતું થયું

ભરૂચ જિલ્લામાં મોડી રાત્રીએથી વહેલી સવાર સુધીમાં આગની બે ઘટના બની હતી જેમાં હાસોટ તાલુકાના અલવા ગામની એક કંપનીની બહાર બગાસ એટલે લાકડાના ભૂષામાં ભયંકર આગ લાગી હતી તો વહેલી સવારે જંબુસરના મંગણાદ નજીક પણ ટ્રકમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર દોડતા થયા હતા.ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રે થી વહેલી સવાર સુધીમાં આગની ઘટનાના બે બનાવો બન્યા હતા જેમાં સૌ પ્રથમ હાસોટ તાલુકાના અલવા ગામે ક્રી ફ
ભરૂચ જિલ્લામાં 12 કલાકમાં જ આગની 3 ઘટનાથી જિલ્લા ફાયર વિભાગ દોડતું થયું
ભરૂચ જિલ્લામાં મોડી રાત્રીએથી વહેલી સવાર સુધીમાં આગની બે ઘટના બની હતી જેમાં હાસોટ તાલુકાના અલવા ગામની એક કંપનીની બહાર બગાસ એટલે લાકડાના ભૂષામાં ભયંકર આગ લાગી હતી તો વહેલી સવારે જંબુસરના મંગણાદ નજીક પણ ટ્રકમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર દોડતા થયા હતા.
ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રે થી વહેલી સવાર સુધીમાં આગની ઘટનાના બે બનાવો બન્યા હતા જેમાં સૌ પ્રથમ હાસોટ તાલુકાના અલવા ગામે ક્રી ફોર કંપનીની બહાર બગાસ લાકડાના ભુસામાં આગ ફાટી નીકળી હતી અને મોડી રાત્રે આગ ફાટી નીકળતા ગ્રામજનોમાં પણ નાશભાગ બચી જવા પામી હતી જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે આગની ઘટનાના પગલે ફાયર ફાઇટરો પણ દોડતા થયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરતા આખરે આગ ઉપર કાબુ મેળવી લેતા લોકોએ હાસ્કારો અનુભવ્યો હતો.
તો બીજી આંગની ઘટના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ આમોદ ગામ વચ્ચે એક ટ્રકમાં  ભીષણ આગ ફાટી નીકળી હતી ટ્રકમાં ભીષણ આગ લાગતા રસ્તા પર રાહદારિયો ભેગા થઈ ગયા હતા અને ટ્રકમાં લઈ જવામાં આવતો તમામ લાકડાના ખોરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગની ઘટનાના પગલે સ્થાનિકોએ પણ ફાયર ફાઈટરને જાણ કરી હતી જેના પગલે ફાયર ફાઈટર હોય એ પણ ઘટના સ્થળે દોડી આવી આગ ફાટી નીકળેલી ટ્રક ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. એક જ રાતમાં બે આગની ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાં ફાયર ફાઈટર દોડતું થઈ ગયું હતું.
જુના એસટી ડેપોની બાજુમાં ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં આગ
ભરૂચ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના આજે બનવા પામી હતી. ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક મકાનમાં આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. મકાનમાં અચાનક ફાટી નીકળેલ આગનાં ધુમાડા દુર દૂર સુધી જોવા મળતા એક સમયે ઉપસ્થિત લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો. મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાત્કાલિક બે જેટલાં ફાયર ટેન્ડર  ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો, આગની આ સમગ્ર ઘટનાક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.