મોરબીના ત્રણ અને ટંકારાના એક મળી કુલ ચાર વોન્ટેડ આરોપીઓ પર ઇનામ જાહેર કરાયું
મોરબી જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ મથકના કુખ્યાત અને હાલમાં પોલીસથી નાસ્તા ફરતા મોરબી સીટી એ ડિવિઝનના ત્રણ અને ટંકારા પોલીસ મથકના એક આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઇએ તો મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ઈનામી વોન્ટેડ આરોપીઓની યાદી જાહેર કરવામા આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝનમાં અગાઉ પણ અનેક ગુનાઓ માં ઝડપાઇ ચુકેલા અને હાલમાં ગુજસીટોક ના ગુનામાં નાસ્તા à
Advertisement
મોરબી જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ મથકના કુખ્યાત અને હાલમાં પોલીસથી નાસ્તા ફરતા મોરબી સીટી એ ડિવિઝનના ત્રણ અને ટંકારા પોલીસ મથકના એક આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
વિગતવાર માહિતી જોઇએ તો મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ઈનામી વોન્ટેડ આરોપીઓની યાદી જાહેર કરવામા આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝનમાં અગાઉ પણ અનેક ગુનાઓ માં ઝડપાઇ ચુકેલા અને હાલમાં ગુજસીટોક ના ગુનામાં નાસ્તા ફરતા આરોપી આરીફ ગુલમામદ મીર પર રૂપિયા ૧,૦૦,૦૦૦( એક લાખ) નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
મકસુંદ ગફુરભાઈ સમા પર રૂપિયા ૪૦,૦૦૦(ચાલીસ હજાર)નું , કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા પર રૂપિયા ૩૦,૦૦૦(ત્રીસ હજાર)નું અને ટંકારા પોલીસ મથકના વોન્ટેડ આરોપી કમલેશ કુંટિયા પર રૂપિયા ૨૦,૦૦૦(વીસ હજાર)નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.