શ્રીલંકામાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા,રાષ્ટ્રપતિના રાજીનામાની માગ
શ્રીલંકામાં દિન પ્રતિદિન હાલત ખરાબ થઇ રહી છે. ગંભીર આર્થીક સંકટના કારણે લોકોની પરેશાની ખુબ જ વધી ગઇ છે અને તેથી જ લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. વધી ગયેલી મોંઘવારીના કારણે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. હજારો લોકોએ કોલંબોમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસ્થાનની બહાર પણ વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માગ કરી રહ્યા
Advertisement
શ્રીલંકામાં દિન પ્રતિદિન હાલત ખરાબ થઇ રહી છે. ગંભીર આર્થીક સંકટના કારણે લોકોની પરેશાની ખુબ જ વધી ગઇ છે અને તેથી જ લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. વધી ગયેલી મોંઘવારીના કારણે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. હજારો લોકોએ કોલંબોમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો શ્રીલંકાના રાષ્ટ્રપતિના નિવાસ્થાનની બહાર પણ વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માગ કરી રહ્યા છે.
કોલંબોમાં લોકો રસ્તા પર ઉતરી આવતાં ટ્રાફીક જામ સર્જાયો હતો. શ્રીલંકાની માર્કસવાદી પાર્ટી જનતા વિમુક્તી પેરાનુમાએ રાષ્ટ્રપતિ રાજપક્ષે સરકારને સત્તા પરથી હટાવાની માગ સાથે વિશાળ રેલી યોજવા જઇ રહી છે. પક્ષનું કહેવુ છે કે દેશના ઇતિહાસમાં સૌથી મોટી આ વિશાલ રેલી છે. આ રેલી 17થી 19 એપ્રિલ સુધી આયોજીત કરાશે. પાર્ટીએ રેલીને સફળ બનાવવાની પણ અપિલ કરી છે. પાર્ટીએ કહ્યું કે જનશક્તિ થી તેઓ સરકારને સત્તા પરથી હટાવી દેશે.
વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે સામે મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનિય છે કે, શ્રીલંકા આઝાદી પછીની સૌથી મોટા આર્થિક સંકટ પરથી પસાર થઇ રહ્યું છે. દેશમાં મોંઘવારી ચરમસીમા પર છે અને પેટ્રોલ અને ડિઝલની ભારે અછત છે. કલાકો સુધી લોકોને વીજળી સંકટ નો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા સરકારે વિરોધ પ્રદર્શન જોતાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Advertisement