Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો અમદાવાદ જિલ્લાની કઇ જગ્યાએ ખોદકામ દરમ્યાન મળી હજ્જારો વર્ષ જૂની વાવ

હજારો વર્ષો પહેલાની સંસ્કૃતિ, ઈતિહાસની જાળવણી કરવામાં આવી રહી છે, ત્યારે કાણીયેલ ગામ ખાતે હજારો વર્ષ પુરાણી વાવ મળી આવી છે . અમદાવાદના દસક્રોઈ તાલુકામાં કાણીયેલ ગામ આવેલું છે. કાણીયેલ ગામની વસ્તી આશરે ચાર-પાંચ હજાર છે. ગામમાં ઘણા નાના મોટા મંદિર આવેલા છે. કાણીયેલ તળાવની બાજુમાં ખોડીયાર માતાનું એક નાનું મંદિર આવેલું છે.ગ્રામજનોએ ભેગા મળી આ મંદિર મોટું બનાવવા વિચાર કર્યો. ખોદકામ àª
08:48 AM Feb 22, 2023 IST | Vipul Pandya
હજારો વર્ષો પહેલાની સંસ્કૃતિ, ઈતિહાસની જાળવણી કરવામાં આવી રહી છે, ત્યારે કાણીયેલ ગામ ખાતે હજારો વર્ષ પુરાણી વાવ મળી આવી છે . અમદાવાદના દસક્રોઈ તાલુકામાં કાણીયેલ ગામ આવેલું છે. કાણીયેલ ગામની વસ્તી આશરે ચાર-પાંચ હજાર છે. ગામમાં ઘણા નાના મોટા મંદિર આવેલા છે. કાણીયેલ તળાવની બાજુમાં ખોડીયાર માતાનું એક નાનું મંદિર આવેલું છે.
ગ્રામજનોએ ભેગા મળી આ મંદિર મોટું બનાવવા વિચાર કર્યો. ખોદકામ કરતાં આશરે 15 ફૂટની નજીક એક અદભુત વાવનો નજારો જોવા મળ્યો.  વધારે ખોદ કામ કરતા પૌરાણીક મૂર્તિઓ પણ મળી આવી.વાવની બાજુમાં એક મોટો કૂવો પણ જોવા મળે છે. ગામ લોકો આ વાવ જોઈ અચંબામાં પડી ગયા... કારણ કે ગ્રામજનોના વડવાઓ પણ કહેતા હતા કે હજારો વષો પહેલાની વાવ આપણા ગામમાં સમાયેલી છે..
ગામ લોકોએ આ વાવના દર્શન કરીને સૌથી પહેલા વાવની પુજા પણ કરી... સાથેસાથે આ બાબતે મામલતદારને પણ જાણ કરી. મામલતદારે ખોદકામ અટકાવી સૌથી પહેલા પુરાતત્વ વિભાગને કામ સોંપ્યું..હાલ પૂરાતત્વ વિભાગના અધિકારીઓ ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે. રિપોર્ટ આવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ કે લગભગ 1000 કરતા પણ વધુ વર્ષ જૂના આ પથ્થરો હોઇ શકે છે. 
ગામના લોકો આ વાવ મળી આવતા ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે વાવથી તેમના ગામનુ નામ રોશન થશે અને પ્રવાસીઓ પણ આ ગામ ખાતે વાવની મુલાકાત લેવા માટે આવશે. ગ્રામજનો કહી રહ્યા છે કે આ વાવ સોલંકી કાળના સમયની હશે.
આ પણ વાંચોઃ  વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે આજથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, પોથીયાત્રામાં 5 હજાર ભક્તો ઉમટ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
DaskroidevelopmentexcavatioGujaratFirstKaniyelvillagestepwelltempleThousandsyearsold
Next Article