Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ જનેતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી, સંવેદનાને શર્મસાર કરતી ઘટના, CCTV ફૂટેજ હચમચાવી દેશે

એક માતાનો પ્રેમ સૌથી મજબૂત પવિત્ર અને માની હૂંફ સૌથી વધુ સેફ ગણાય છે.મૂંગા બોલા પશુઓ પણ પોતાના બચ્ચા માટે પઝેસિવ હોય છે. પરંતુ ખબર નહીં આ મા કઇ માટીની બેનેલી છે. બેંગલુરુમાંથી મહિલાએ તેની પોતાની જ 4 વર્ષની બાળકીને 4થા માળેથી ફેંકી દેવાની હ્યદય દ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસૂમ બાળકીનું સ્થળ પર જ મોત થયું છે. બેંગલુરુની એક મહિલાએ તેની પોતાની જ બાળકીને 4થા માળેથી કચરાં માફક ફેંક
આ જનેતાએ ક્રૂરતાની તમામ હદ વટાવી  સંવેદનાને શર્મસાર કરતી ઘટના  cctv ફૂટેજ હચમચાવી દેશે
એક માતાનો પ્રેમ સૌથી મજબૂત પવિત્ર અને માની હૂંફ સૌથી વધુ સેફ ગણાય છે.મૂંગા બોલા પશુઓ પણ પોતાના બચ્ચા માટે પઝેસિવ હોય છે. પરંતુ ખબર નહીં આ મા કઇ માટીની બેનેલી છે. બેંગલુરુમાંથી મહિલાએ તેની પોતાની જ 4 વર્ષની બાળકીને 4થા માળેથી ફેંકી દેવાની હ્યદય દ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસૂમ બાળકીનું સ્થળ પર જ મોત થયું છે. બેંગલુરુની એક મહિલાએ તેની પોતાની જ બાળકીને 4થા માળેથી કચરાં માફક ફેંકી દીધી હતી. 

4 વર્ષની માસૂમ દિવ્યાંગ દીકરીને ઘરની બાલ્કનીમાંથી ફેંકી
બેંગલોરમાં પોતાના જ ઘરની બાલ્કનીમાં મહિલા તેની પુત્રીસાથે છોકરી જોવા મળે છે થોડી જ સેકન્ડમાં આ મહિલા  જાણે કોઇ વસ્તુ ફેંકતી હોય તેમ આ છોકરીને  ફેંકી દે છે . CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક નિર્દયી માતા પોતાની જ 4 વર્ષની માસૂમ દિવ્યાંગ દીકરીને ઘરની બાલ્કનીમાંથી ફેંકી દે છે. થોડી સેકન્ડોમાં પોતે પણ બાલ્કનીની રેલિંગ પર ચઢે છે. અને આજુબાજુમાં જાણે કોઇના આવવાની રાહ જુવે છે.
 
મહિલા પોતે રેલિંગ પર ચઢીને  કોઇ  આવે  તે માટે થોડી સેકન્ડો રાહ જોઇ ઊભી
પોલીસે જણાવ્યું કેબાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગુરુવારે ઉત્તર બેંગલુરુના એસઆર નગરના એક એપાર્ટમેન્ટમાં આ ભયાનક ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજમાં, એક મહિલા તેની ચાર વર્ષની પુત્રીને તેમના ઘરના ચોથા માળના રહેઠાણની બાલ્કનીમાંથી ફેંકતી જોવા મળે છે. બાળકીને ફેંકી દીધા પછી, મહિલા પોતે રેલિંગ પર ચઢીને સંબંધીઓ આવે તે માટે થોડી સેકન્ડો રાહ જોઇ ઊભી રહી, જોકે ઘરના પહોંચે છે અને તેને પાછળ ખેંચી લે છે. 
 
Advertisement


ચાર વર્ષની બાળકી બહેરી અને મૂંગી હતી
પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે ઉત્તર બેંગલુરુના એસઆર નગરમાં એક ઘરમાં બનેલી ભયાનક ઘટનામાં બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે ચાર વર્ષની બાળકી બહેરી અને મૂંગી હતી. જેના કારણે આ મહિલા  હતાશ હતી,. જો કે આ ઘટનામાં પતિએ પોલીસમાં કેસ નોંધાવ્યા બાદ આ મહિલાની  ધરપકડ કરવામાં આવી છે. નવાઇની વાત એ છે કે આ મહિલાનું નામ સુષ્મા ભારદ્વાજ છે જે પોતે ડેન્ટિસ્ટ છે અને તેના પતિ કિરણ સોફ્ટવેર પ્રોગ્રામ એન્જિનિયર છે. વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રીનિવાસ ગૌડાએ જણાવ્યું હતું કે, અમે માતાના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. 
Tags :
Advertisement

.