Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતની સતત જીત બાદ પાકિતનના કપ્તાને કહી આ વાત

ભારતે (India) પાકિસ્તાનને(Pakistana) હરાવીને T20 World Cup માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. આ પછી રોહિત શર્મા(Rohit Sharma)ની ટીમે નેધરલેન્ડ (Netherlands)પર મોટી જીત મેળવી હતી. સતત 2 જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ 2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તો વળી આ દરમિયાન પાકિસ્તાનને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવીને તેની આશાઓને સૌથી મોટો ઝટકો આપ્યો છે. આ હાર બાદ દુનિયાભરમાં પાકિà
05:29 PM Oct 28, 2022 IST | Vipul Pandya
ભારતે (India) પાકિસ્તાનને(Pakistana) હરાવીને T20 World Cup માં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. આ પછી રોહિત શર્મા(Rohit Sharma)ની ટીમે નેધરલેન્ડ (Netherlands)પર મોટી જીત મેળવી હતી. સતત 2 જીત સાથે ભારતીય ટીમ ગ્રુપ 2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. તો વળી આ દરમિયાન પાકિસ્તાનને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવીને તેની આશાઓને સૌથી મોટો ઝટકો આપ્યો છે. આ હાર બાદ દુનિયાભરમાં પાકિસ્તાની ટીમની આકરી ટીકા થઈ રહી છે. આ સાથે બાબર આઝમની ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાનની ટીમ ગ્રુપ 2માં 5મા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતની(India)સતત 2 જીત બાદ, પાકિસ્તાનના કેપ્ટનનું માનવું હતું કે સેમિફાઇનલ (Semifinals)માં જવાનો રસ્તો તેના માટે મુશ્કેલ બની ગયો છે અને હવે તેમણે તેના માટે તમામ પ્રયાસો કરવા પડશે. ઝિમ્બાબ્વેના હાથે શરમજનક હાર બાદ બાબર આઝમે કહ્યું કે આ તેના માટે ખૂબ જ નિરાશાજનક બાબત છે.
પાકિસ્તાનની ટીમ બેટિંગમાં ચૂકી ગઈ

બાબરે કહ્યું કે કોઈ બહાનું નહીં ચાલે. અમે સારું નથી રમી રહ્યા. અમે આના કરતા ઘણી સારી ટીમ છીએ. તેણે કહ્યું કે તેણે સારી બોલિંગ કરી, પરંતુ બેટિંગમાં ચૂક કરી. ઓપનરો વહેલા આઉટ થઈ ગયા અને પછી શાન મસૂદ અને શાદાબ ખાનના આઉટ થયા પછી અમારી ટીમ લડખડાઈ ગઈ.
હવે રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે

ભારતીય ટીમના રન રેટનો ગ્રાફ વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ જીતી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. આ સ્થિતિ પર બાબરે કહ્યું કે 3 મેચ બાકી છે. સેમિફાઇનલની રેસમાં રહેવા માટે ત્રણેય મેચો જીતવી પડશે. આ દરમિયાન રન રેટનું પણ ધ્યાન રાખવું પડશે.
સિકંદર રઝાએ પાકિસ્તાનનો દમ નિકાળ્યો

પર્થમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. મોહમ્મદ વસીમે 24 રનમાં 4 વિકેટ લીધી હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શકી હતી. સિકંદર રઝાએ 25 રનમાં 3 વિકેટ લીધી હતી. આમ પાકિસ્તાન આસાન લક્ષ્યને પણ ચેઝ કરવાથી ચૂકી ગયુ હતુ.
Tags :
GujaratFirstIndia'sconsecutivePakistancaptaint20worldcup
Next Article